Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુ.માં વરસાદનો વિરામ:માત્ર 5 તાલુકામાં હળવો પડ્યો

    9 hours ago

    ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે 6 થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વરસાદે વિરામ લીધો હોય તેમ માત્ર 5 તાલુકા પુરતો સિમિત રહ્યો હતો. જેમાં તલોદ–પ્રાંતિજમાં 3–3 મીમી તેમજ કડી, મોડાસા અને ભિલોડામાં 1–1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વરસાદના વિરામ વચ્ચે દિવસનું તાપમાન સવા 2 ડિગ્રી સુધી ઊંચકાયું હતું. જેને લઇ ગરમીનો પારો 32.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જો કે, ભરબપોરે હવામાં ભેજનું પ્રમાણ 65 ટકાથી વધુ રહેવાના કારણે અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક માટે વરસાદનું જોર આંશિક વધી છે. આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 51 થી 75 ટકા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાના 50 ટકા સુધીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં વિજળીના ચમકારા સાથે હળવી મેઘગર્જના તેમજ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારતનાં યુદ્ધ જહાજ સાથે પાકિસ્તાની નેવી શિપની ટક્કર, PF માટે બેઝિક સેલરી લિમિટ 25 હજાર કરાઈ, ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી
    Next Article
    ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી 6 નેશનલ સ્પર્ધા રમ્યો:પેરવડના વિવિયન ગામીતની બાસ્કેટ બોલ SAI-NCOEમાં પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment