Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટમાં શીંગડું મારી દેતા મહિલા જમીન પર ફંગોળાયા:મનપાના મહિલા સફાઈ કર્મી પર ગાયનો જીવલેણ હુમલો

    17 hours ago

    પોરબંદરમાં રખડતા ઢોરનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક નિર્દોષ મહિલા આ રખડતા પશુઓનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ શેરી નંબર 4માં રહેતા 45 વર્ષીય ચંપાબેન ભીખુભાઈ ઝાલા રોજની જેમ સવારે તેઓ પોતાની નોકરી પર હાજરી માટે ઘરેથી નીકળ્યા હતા. આ સમયે ફળિયામાં એક ગાય ઊભી હોવાથી ચંપાબેને ગાયને રોટલી આપી હતી ત્યાં જ ગાયે ચંપાબેનને પેટમાં જોરથી શીંગડું માર્યું હતું આથી તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ગાયનું શીંગડું સીધું પેટના ભાગે વાગી જતાં લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ચંપાબેનને પેટના ભાગે અંદર 7 ટાંકા અને બહારની ચામડી પર 7 ટાંકા મળી કુલ 14 ટાંકા લેવા પડ્યા છે. હાલ તેઓને હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વહેલી સવારે નોકરીએ જતાં સફાઈ કામદારોની પશુઓ સામે સુરક્ષા સામે સવાલ પોરબંદરમાં વહેલી સવારે અંધારામાં કે વહેલી સવારે રસ્તા સાફ કરવા નીકળતા સફાઈ કર્મચારીઓ માટે રખડતા ઢોર મોટો પડકાર બન્યા છે. સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતુકે, શહેરને સ્વચ્છ રાખતા આ ગરીબ રોજમદારો જ રસ્તા પર રઝળતા ઢોરને કારણે સુરક્ષિત નથી. મનપા તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવાને બદલે રઝળતા પશુનો પકડવાની ઝુંબેશ શરૂ કરે તે જરૂરી બન્યું છે તેમજ રસ્તે રઝડાવતા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બંદર પર પાર્કિગનો અભાવ:માછીમારો લાખો કરોડોની બોટ રસ્તા પર રાખવા મજબૂર બન્યા
    Next Article
    બસમાં ગાંઠિયા ઉડાડવા મુદ્દે થયેલી બોલાચાલીમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો:ગોઢાણીયા સ્કૂલમાં ધોરણ 5ના વિદ્યાર્થીનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment