Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાની રેલી પર શાહી ફેંકવામાં આવી:પાટણમાં કોંગ્રેસ કાર્યાલય નજીક ઘટના, 7 કાર્યકર ઈજાગ્રસ્ત; 2 મહિલા સામે ગુનો નોંધાયો

    17 hours ago

    પાટણમાં ભાજપ મહિલા મોરચાની રેલી પર શાહી ફેંકવા અને ગાળાગાળી કરવાના કેસમાં બે મહિલાઓ સામે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ઘટનામાં ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ચેતનાબા રાજપૂત સહિત 7 કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચેતનાબા રાજપૂત અન્ય મહિલા આગેવાનો સાથે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓની છેડતીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની રેલી પાટણના નવજીવન ચાર રસ્તાથી નીકળી, જે કોંગ્રેસ કાર્યાલય પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ત્યાં હાજર જયાબેન ઠાકોર અને ભૂમિબેન પ્રતીકભાઈ પટેલે ધસી આવી ગાળાગાળી કરી શાહી ફેંકી. શાહી મોં, ગળા અને આંખમાં પડવાથી ચેતનાબાને જમણી આંખમાં પીડા થઈ અને દેખાવાનું બંધ થયું. અન્ય કાર્યકરોને પણ શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ હતી. પોલીસે જયાબેન ઠાકોર અને ભૂમિબેન પટેલ સામે BNS અને જીપી એક્ટની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાના વોર્ડ નં 5-7માં ભાજપની પેનલની જીત:વોર્ડ 9માં મતોનો તફાવત આવતા ફરી કાઉન્ટિંગ થશે, વોર્ડ 3માં બીજા રાઉન્ડ અંતે ભાજપના ચારેય ઉમેદવારો આગળ
    Next Article
    Out On Bail In Fatal Crash Case, Odisha Man Goes On Car Rampage, Injures 3

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment