Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT-HS 2026ના ઉમેદવારોએ પાટણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:પરિણામ અને મૂલ્યાંકનમાં પારદર્શિતા લાવવા 4 મુખ્ય માંગણીઓ; તપાસેલી ઉત્તરવહીની નકલ અને પ્રશ્નવાર ગુણ જાહેર કરવા રજૂઆત

    2 days ago

    પાટણ જિલ્લાના TAT-HS 2026 મુખ્ય પરીક્ષાના ઉમેદવારોએ પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગેની વિવિધ માંગણીઓ સાથે પાટણ જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ઉમેદવારોએ પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિમાં પારદર્શિતા લાવવા અને વાંધો ધરાવતા ઉમેદવારોને ન્યાય અપાવવા માટે કુલ 4 મુખ્ય માંગણીઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ લેખિત રજૂઆત કરી પાટણ જિલ્લાના TAT-HS 2026 મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના પરિણામ અને તેના મૂલ્યાંકન સંદર્ભે ઉદ્ભવેલા પ્રશ્નો અંગે જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં પરીક્ષાના પરિણામોને લઈને ઉમેદવારોમાં રહેલી અસમંજસ દૂર કરવા અને સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્તરવહીની નકલ અને પ્રશ્નવાર ગુણ જાહેર કરવાની માંગ આવેદનપત્રમાં ઉમેદવારો દ્વારા કુલ 4 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ માંગણી મુજબ તપાસેલી ઉત્તરવહીઓની નકલ દરેક ઉમેદવારને ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, બીજી માંગણી તરીકે પ્રશ્નવાર ગુણ અને માર્કિંગ સ્કીમ જાહેર કરીને મૂલ્યાંકનમાં પારદર્શિતા રાખવામાં આવે તેવો મુદ્દો સામેલ કરાયો છે. પુનઃમૂલ્યાંકન અને સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવા રજૂઆત ઉમેદવારોએ ત્રીજી માંગણીમાં પુનઃમૂલ્યાંકનની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી મૂલ્યાંકન અંગે વાંધો ધરાવતા ઉમેદવારોને ન્યાય મળી શકે. ચોથી અને અંતિમ માંગણી મુજબ 1 સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરીને ઉમેદવારોની તમામ ફરિયાદોનું ચોક્કસ સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત પાટણ જિલ્લાના TAT-HS 2026 ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'ભાઈએ જે કહ્યું તે બરાબર, સમાજને હજી મોટું મળવું જોઈએ':હીરા સોલંકીએ કહ્યું- મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરે છે; પરષોત્તમ સોલંકી પબુભાના કોળી CMના નિવેદનના સમર્થનમાં
    Next Article
    ઉપર ડ્રોન, નીચે મંડપ ને અંદર 'સર્વિસ':હસ્તે મોઢે ગયા ને લંગડાતા આવ્યા, અમદાવાદમાં 950થી વધુ NDPSના આરોપીને ભેગા કર્યા; ડ્રગ્સ વેચાશે તો PI સામે પણ કાર્યવાહી: JCP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment