Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા બાદ જિ.પંચાયતમાં મોંઘવારીનો માર:લોકસંપર્ક માટેનો પ્રવાસ ખર્ચ વધતા માનદ ભથ્થું વધારવા માગ; ભાડલાનાં મહિલા સભ્યએ CMને પત્ર લખ્યો

    11 hours ago

    દેશ અને રાજ્યમાં સતત કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીની ગંભીર અસર ઠેર-ઠેર જોવા મળી રહી છે. જોકે હવે મોંઘવારીની અસર માત્ર સામાન્ય જનતા કે ગૃહિણીઓના બજેટ સુધી સીમિત રહી નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચલાવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પણ પહોંચી ગઈ છે. મહાપાલિકાના કોર્પોરેટરો દ્વારા માનદ વેતનમાં વધારાની માંગ કર્યા બાદ, હવે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યોએ મોંઘવારીના માર સામે અવાજ ઉઠાવ્યો છે. અને માનદ ભથ્થું વધારી આપવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ભાજપના મહિલા સભ્યએ CMને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી રાજકોટ જિલ્લા પંચાયતના ભાડલા બેઠકના ભાજપના મહિલા સભ્ય રમીલાબેન મુકેશભાઈ મેર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક સત્તાવાર પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં તેમણે મોંઘવારીના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના માનદ વેતન, માનદ ભથ્થાં તથા પ્રવાસ ખર્ચની રકમમાં યોગ્ય વધારો કરવા માટે વિનંતી કરી છે. ઈંધણ, પ્રવાસ અને અન્ય આકસ્મિક ખર્ચાઓમાં નોંધપાત્ર વધારો પત્રમાં જણાવાયું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રજાના સીધા મતદાનથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં સતત લોકસંપર્ક રાખે છે. તેઓ ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ, સ્થાનિક પ્રશ્નોના ઉકેલ તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે સતત કાર્યરત રહે છે. આ સિવાય પંચાયતની વિવિધ સમિતિઓની બેઠકો અને સરકારી કામગીરી અર્થે વારંવાર પ્રવાસ કરવો પડે છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન ઈંધણ, પ્રવાસ અને અન્ય આકસ્મિક ખર્ચાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારના નિર્ણય પર સૌની નજર હાલ મોંઘવારી ઝડપથી વધી રહી છે ત્યારે પંચાયત સદસ્યોને મળતું વર્તમાન ભથ્થું અપૂરતું સાબિત થઈ રહ્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકસેવાની કામગીરીમાં યોગ્ય પ્રોત્સાહન મળે અને તેઓ કોઈ આર્થિક બોજ વિના પોતાની વહીવટી અને સામાજિક જવાબદારીઓ વધુ ક્ષમતા સાથે નિભાવી શકે તે માટે આ નિર્ણય લેવો જરૂરી બન્યો છે. રજૂઆત પત્રની નકલ પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ આપવામાં આવી છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ માંગણી પર રાજ્ય સરકાર દ્વારા ક્યારે અને શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા વોર્ડ 7માં ₹1.5 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત:APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે પ્રારંભ, સ્થાનિકોમાં ઉત્સાહ
    Next Article
    बिजनौर में गरजे समाजवादी पार्टी के लोग, भारी तादाद में उतरे सड़कों पर, वोट काटे जाने को लेकर गुस्सा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment