Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપર ડ્રોન, નીચે મંડપ ને અંદર 'સર્વિસ':હસ્તે મોઢે ગયા ને લંગડાતા આવ્યા, અમદાવાદમાં 950થી વધુ NDPSના આરોપીને ભેગા કર્યા; ડ્રગ્સ વેચાશે તો PI સામે પણ કાર્યવાહી: JCP

    2 days ago

    નવ નવેમ્બરના દિવસે અમિત શાહે અમદાવાદથી ગુજરાતને ડ્રગ ફ્રી બનાવવાની હાકલ કરી હતી. તેના છ જ દિવસમાં શહેરના સરખેજ વિસ્તારના મકાનમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે અમદાવાદ પોલીસ પણ સક્રિય થઈ. આજે 18 નવેમ્બરે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસના 950થી વધુ આરોપીને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં એકઠા કરવામાં આવ્યા હતા. મેદાનમાં ચારેબાજુથી સફેદ કપડાથી મંડપ બનાવવામાં આવ્યો હતો જેમાં આરોપીઓ હસતા મોઢે જતા અને લંગડાતા પગે બહાર નીકળતા જોવા મળ્યા હતા. મંડપની ઉપર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી. JCP શરદ સિંઘલે કહ્યું હતું કે, 2028 સુધી ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું છે જેથી પેડલર સામે કાર્યવાહી કરવામાં આવશે. જે PIના વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હશે તે PI સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આજે આરોપીઓને બોલાવીને ચેતવણી આપવામાં આવી છે. હવે જે આરોપીઓ ડ્રગ્સ વેચશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રગ્સ-ગાંજા સહિત NDPS કેસના આરોપીઓને ચેતવણી ડ્રગ્સ, ગાંજા સહિતના NDPSના કેસના આરોપીઓને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા શાહીબાગના પોલીસ હેડ ક્વાટરના મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 500 અને ક્રાઈમ બ્રાન્ચ, SOG, ANTF સહિત એજન્સીના 450 એમ 950થી વધુ આરોપીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તમામને એક સાથે બેસાડવામાં આવ્યા હતા. મંડપમાંથી બહાર નીકળતા આરોપીઓ લંગડાતા હતા આ દરમિયાન કેટલાક આરોપીઓ કે જે ગંભીર ગુનામાં સંડોવાયેલા છે અને રીઢા ગુનેગાર છે તેમને એક બંધ મંડપમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓ હસતા મોઢે મંડપમાં ગયા હતા પરંતુ બહાર નીકળ્યા ત્યારે લંગડા પગે નીકળતા હતા. એટલે આ તમામ આરોપીઓને ડ્રગ્સ વેચશે તો કડક કાર્યવાહીની ચેતવણી પરોક્ષ રીતે જ આપી દેવામાં આવી. 'ડ્રગ્સ વેચશે તો ગેરકાયદે મકાન તોડી દેવાશે-જામીન નહીં મળે' તમામ આરોપીને મેદાનમાં બેસાડીને JCP ક્રાઈમે ડ્રગ્સ વેચવા મુદ્દે ચેતવણી આપી હતી. આરોપીઓ હવે ડ્રગ્સ વેચશે તો ગેરકાયદે મકાન તોડી દેવામાં આવશે, જેલમાં નાખીને બેલ(જામીન) પણ નહીં આપવામાં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. JCPએ વધુમાં કહ્યું કે, હું માનું છું કે આ એક મોટી લડાઈ છે. જ્યાં સુધી બધી પોલીસ, સ્થાનિક-ક્રાઈમ બ્રાન્ચ-SOG-ANTF(એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) હોય, એકસાથે મળીને કામ નહીં કરે ત્યાં સુધી રિઝલ્ટ આવશે નહીં. આજે તો અમે આ લોકોને એક ચેતવણી આપી છે, 951 લોકોને કે તમે આ નશાની બદીમાંથી બહાર આવી જજો. એના ઘરવાળાઓને પણ અમે ઇન્સ્ટ્રક્શન આપી અને આ લોકોની પ્રોપર્ટી શું છે, એના ઉપર પણ કામ કરવાનું છે. કોઈ એન્ક્રોચમેન્ટ કરી ગેરકાયદે ઝૂંપડા બનાવી વેચાણ કરતા હોય એના ઉપર પણ કાર્યવાહી કરવાની છે. 'અમને 5 ટેલિગ્રામ ચેનલ મળી જેમાંથી ડ્રગ્સનું વેચાણ થાય છે' JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, એક આજે સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ સિટી પર એક ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે. અમને 5 ટેલિગ્રામ ગ્રુપ એવા મળ્યા જેમાં અલગ-અલગ ટાઈપની ડ્રગ્સના વેચાણની વાતો ચાલી રહી છે. એના એડમિનનો પણ અમે સ્ક્રીનશોટ લીધા છે, મોબાઈલ નંબર્સ પણ એમાં છે. ફક્ત ગુજરાતનું આ લોકો ઓપરેટ નથી કરતા, દેશમાં ઓપરેટ કરી રહ્યા છે. ટેલિગ્રામમાં આ લોકો કહે છે કે ભાઈ કેટલી ડ્રગ્સ જોઈએ છે, તો આ UPI પર પેમેન્ટ આપો. સાથે-સાથે 10થી 12 વેબસાઈટ્સ પણ છે જ્યાં ડાર્ક વેબથી એક્સેસ કરીને આપ ડ્રગ્સ કુરિયર કરાવી શકો છો. એમાં વધારે હાઈબ્રિડ ગાંજા છે, જે આ લોકો થાઈલેન્ડથી મંગાવી રહ્યા છે. આ પણ વાંચો: 1.અમદાવાદમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ 2.31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું:અમિત શાહ
    Click here to Read More
    Previous Article
    TAT-HS 2026ના ઉમેદવારોએ પાટણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:પરિણામ અને મૂલ્યાંકનમાં પારદર્શિતા લાવવા 4 મુખ્ય માંગણીઓ; તપાસેલી ઉત્તરવહીની નકલ અને પ્રશ્નવાર ગુણ જાહેર કરવા રજૂઆત
    Next Article
    Girnar Nature Safari Closed for 9 Days | 18 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment