Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીની નજર જોરદાર પરફોર્મન્સ આપવા પર રહેશે:ઝિમ્બાબ્વે સામે આજે પહેલી T20I મેચ; શ્રેયસની કેપ્ટનશીપમાં નવા ચહેરાઓને તક મળી શકે

    16 hours ago

    આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે મળેલી સિરીઝ હાર બાદ ભારતીય T20 ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની સિરીઝ માટે હરારે પહોંચી ગઈ છે. આજે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી T20I સાંજે 4:30 વાગ્યાથી રમાશે. જ્યારે ટૉસ સાંજે 4:00 વાગ્યે થશે. કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ પ્રવાસ T20 આંતરરાષ્ટ્રીય આગેવાનીમાં પોતાને સાબિત કરવાની ઉત્તમ તક છે. IPL 2026 પછી કેપ્ટનશીપ સંભાળનાર અય્યર માટે છેલ્લો થોડો સમય પડકારજનક રહ્યો છે, જોકે બેટર તરીકે તેમનું બેટ સતત રન બનાવી રહ્યું છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં ભારતના ટોચના ક્રમનું પ્રદર્શન જોવા જેવું રહેશે. તો બીજી તરફ નવા ઝડપી બોલરોની ચોકડી પણ આ પ્રવાસ પર સૌનું ધ્યાન ખેંચશે. વૈભવ પાસે સ્થાન પાક્કું કરવાની તક ટોચના ક્રમમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશી પાસે T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવાની શાનદાર તક રહેશે. આ વર્ષની શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે મેચ જીતાડનારી ઇનિંગ્સ રમનારા સૂર્યવંશીને આ સિરીઝની ત્રણેય મેચમાં તક મળવાની પૂરી શક્યતા છે. ઇંગ્લેન્ડ સામે પોતાની શરૂઆતી ઇનિંગ્સમાં તે જોફ્રા આર્ચરના શોર્ટ બોલ સામે થોડો પરેશાન દેખાયો હતો, જેને ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની અને રિચર્ડ નગારાવા વટાવવાનો પ્રયાસ કરશે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી અત્યાર સુધી ત્રણ T20 ઇન્ટરનેશનલમાં માત્ર 42 રન જ બનાવી શક્યો છે. તેણે અનુક્રમે 14, 13 અને 15 રનની ઇનિંગ્સ રમી છે. મયંક પર રહેશે નજર બોલિંગ એટેકની વાત કરીએ તો ઈજામાંથી મુક્ત થઈને કમબેક કરી રહેલા મયંક યાદવ પર સૌની નજર રહેશે. લાંબા સમય પછી ટીમમાં કમબેક કરી રહેલા મયંકને પોતાની લય સાબિત કરવી પડશે. તેની સાથે ટીમમાં બે યુવા અને અનકેપ્ડ ફાસ્ટ બોલર અશોક શર્મા અને યશ ઠાકુર સામેલ છે. અશોક શર્માએ IPLમાં આ સીઝનની સૌથી ઝડપી 154.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જ્યારે યશ ઠાકુરે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા વિદર્ભને વિજય હઝારે ટ્રોફી જીતાડવામાં 19 વિકેટ લઈને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ આ મજબૂત અને અનુભવી બેટિંગ ક્રમના સહારે ઝિમ્બાબ્વે સામે જીતના માર્ગ પર પરત ફરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમ સામે આ પડકાર ઝિમ્બાબ્વે સિરીઝમાં નવા બોલિંગ એટેકને અજમાવવાનું લક્ષ્ય હતું પરંતુ વર્તમાન ખરાબ પ્રદર્શનના કારણે હવે તેને ગમે તે ભોગે જીતવું જરૂરી બની ગયું છે. હરારે સ્પોર્ટ્સ ક્લબની પીચમાં ભેજ અને ઉછાળ રહે છે જેનાથી ભારતીય બેટર્સને મુશ્કેલી પડી શકે છે. બ્લેસિંગ મુઝારાબાની અને રિચર્ડ નગારાવાના ઝડપી આક્રમણનો સામનો કરવો ભારતીય બેટર્સ માટે સરળ નહીં હોય. વાઇસ કેપ્ટન તિલક વર્મા પાંચમા નંબરે સહજ દેખાતો નથી, જે T20માં ત્રીજા નંબરનો સારો બેટર છે. પરંતુ ઈશાન કિશનને આ ક્રમ પર ઉતારવામાં આવી રહ્યો છે. પાંચમા નંબર પર રિંકુ સિંહ વધુ સારો વિકલ્પ છે પરંતુ વાઇસ કેપ્ટનને બહાર કરવો બરાબર નહીં હોય. ભારત સામે અસલી પડકાર હર્ષ દુબે, શિવમ દુબે અને સૂર્યાંશ શેડગેમાંથી એકની પસંદગી કરવાનો છે. ત્રણેયમાંથી કોઈ પણ પરફેક્ટ ઓલરાઉન્ડર નથી. તેવામાં ત્રણેયને પણ રમાડી શકાય છે. કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ T20I? શિવમને સીમ અને સ્વિંગ બોલિંગ સામે બેટર તરીકે પરેશાની આવી છે. પરંતુ તેમની પાસે T20 વર્લ્ડ કપ જીતવાનો અનુભવ છે. તો બીજી તરફ, શેડગેની બોલિંગ અપેક્ષા મુજબની નથી તો તેઓ સારી બેટિંગ નથી કરી શકતા. ગંભીરની પસંદગી ઓલરાઉન્ડર રહી છે પરંતુ લક્ષ્મણની સલાહ અલગ છે. તે પૂંછડિયા બેટર્સની લાઈન લગાવી શકે નહીં કારણ કે મયંક યાદવ, અશોક શર્મા, પ્રિન્સ યાદવ અને યશ ઠાકુર જેવા ફાસ્ટ બોલરો બેટિંગ કરી શકતા નથી. પ્રિન્સનું રમવું નક્કી લાગી રહ્યું છે જે મયંક યાદવ સાથે ઉતરશે. ત્રીજા ફાસ્ટ બોલરની પસંદગી અશોક અને યશમાંથી કરવામાં આવશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. બન્ને ટીમની ફૂલ સ્ક્વોડ ભારત: શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અશોક શર્મા, રવિ બિશ્નોઈ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર) અને રિંકુ સિંહ. ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રિયાન બર્લ, તનાકા ચિવાંગા, બેન કુરેન, બ્રાડ ઈવાન્સ, વેસ્લી માધવેરે, ટી મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્લેસિંગ મુઝારાબાની, ડીયોન માયર્સ, રિચર્ડ નગારાવા, ન્યુમેન ન્યામુરી, મિલ્ટન શુમ્બા અને ટી ત્ચિગા.
    Click here to Read More
    Previous Article
    ટેકનોલોજીની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા:સ્કૂલમાં ફેસ રેકેગ્નેશનથી હાજરી પુરાશે, વિદ્યાર્થીને વોશરૂમમાં પાંચ મિનિટથી વધુ મોડું થશે તો સુપરવાઈઝર-પ્રિન્સિપાલને મેસેજ જશે
    Next Article
    How to store medicines during monsoon: Dos and don’ts for insulin and more

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment