Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયા બચ્ચન-હેમા માલિનીની ટ્રોલિંગ પર ભડકી ઈશા દેઓલ:કહ્યું- 'આ કલાકારો ઇન્ડસ્ટ્રીના સ્તંભ છે'; પાપારાઝીના વર્તન માટે એજન્સીને જવાબદાર ઠેરવી

    9 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલે પોતાની માતા હેમા માલિની અને પીઢ એક્ટ્રેસ જયા બચ્ચન સાથે પાપારાઝીના વ્યવહાર તેમજ સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સીનિયર કલાકારોનું સન્માન થવું જોઈએ. ઈશાએ કહ્યું કે, પાપારાઝીના વ્યવહાર માટે માત્ર તસવીરો ખેંચનારા લોકોને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. તેની પાછળ કામ કરતી એજન્સીઓ અને તેમને સૂચનાઓ આપનારા લોકોની પણ જવાબદારી છે. 'તસવીરો ખેંચનારા છોકરાની વ્યક્તિગત ભૂલ નથી' ઈશાએ IANS સાથેની વાતચીતમાં કહ્યું, 'એક બાળક મોટું થઈને કિશોર બને છે. જો તે યોગ્ય રીતે વર્તન ન કરે, તો તમે કોને દોષ આપશો? માતા-પિતાને. કહેવામાં આવે છે કે તેનો ઉછેર યોગ્ય રીતે થયો નથી.' તેણે આગળ કહ્યું કે, 'પાપારાઝી કલ્ચરમાં પણ કેટલાક મોટા લોકો છે, જેઓ તસવીરો ખેંચનારા લોકોને નિયંત્રિત કરે છે અને તેમને સૂચનાઓ આપે છે.' તેના મતે, 'એજન્સીઓ વધુ લાઇક્સ અને સોશિયલ મીડિયા પર ટ્રાફિક મેળવવા માટે આવા કન્ટેન્ટને પ્રોત્સાહન આપે છે.' ઈશાએ કહ્યું કે, 'આ સમસ્યાના મૂળ કારણને સમજવાની અને તેમાં સુધારો કરવાની જરૂર છે.' 'ઈન્ડસ્ટ્રીના સ્તંભોનું સન્માન કરવું જોઈએ' ઈશાએ કહ્યું કે, એક પરિવાર તરીકે અમે આ બધી બાબતોમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. જો તમે મને સાચું પૂછો, તો મને આ જરાય પણ સન્માનજનક લાગતું નથી. કોઈનું નામ લીધા વિના કહું તો, આ બધા લોકો અમારી ઈન્ડસ્ટ્રીના સ્તંભો છે. તમારે તેમનું સન્માન કરવું જોઈએ. તેમણે જ તમને સિનેમા આપ્યું છે. તેથી તેઓ જે સન્માનને લાયક છે, તે તેમને આપો. ઈશાએ એમ પણ કહ્યું કે, કેટલાક કલાકારો પાપારાઝી સાથે હસી-મજાક કરવાનું પસંદ કરે છે, પરંતુ દરેક સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. તેણે લોકોને પોતાની મર્યાદાઓ સમજવા અને અન્ય લોકોની સહજતાનો આદર કરવાની અપીલ કરી. જયાએ પાપારાઝીના વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે જયા બચ્ચન જાહેર સ્થળોએ પાપારાઝીના વર્તન અને પોતાની ગોપનીયતાને લઈને ઘણી વાર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. એક ફેશન શોમાં તેમણે પાપારાઝીને શાંતિથી તસવીરો લેવાની સૂચના આપી હતી. બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે જયાને પૂછવામાં આવ્યું હતું કે, તમારો મીડિયા સાથે કેવો સંબંધ છે? ત્યારે જવાબ આપતાં તેમણે કહ્યું હતું, 'મારો મીડિયા સાથેનો સંબંધ ખૂબ સારો છે. એ સાચું છે કે હું પોતે મીડિયાની જ દેન છું, પરંતુ મારો પાપારાઝી સાથે કોઈ સંબંધ નથી, તે શૂન્ય છે. આ લોકો કોણ છે? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે? તમે તેમને મીડિયા કહો છો?' સંપૂર્ણ સમાચાર વાંચો... જાન્યુઆરીમાં હેમા માલિનીને ટ્રોલ કરવામાં આવ્યાં હતાં તે જ સમયે, જાન્યુઆરી 2026માં મથુરામાં સાંસદ રમત સ્પર્ધા દરમિયાન હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં તેઓ સ્મિત કર્યા વિના વિદ્યાર્થીઓને મેડલ આપતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ તેમના આ અંદાજને લઈને તેમને ટ્રોલ કર્યા હતા. ત્યારબાદ મુંબઈમાં BMC ચૂંટણી દરમિયાન મતદાન કરવા પહોંચેલા હેમાએ પાપારાઝી સામે સ્મિત કરતા શાહી લાગેલી આંગળી બતાવી હતી. ટ્રોલર્સને જવાબ આપતાં તેમણે કહ્યું હતું, ‘હું સ્મિત કરી રહી છું, ઠીક છે? હવે ફરિયાદ ન કરશો કે હું સ્મિત કરતી નથી.’
    Click here to Read More
    Previous Article
    અભિષક શર્માનું 'ઓમ નમઃ શિવાય' સેલિબ્રેશન:મિચેલની સિક્સ ક્યોરિટી ગાર્ડને માથામાં વાગતા માંડ-માંડ બચી; ત્રીજી T20Iની મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200, દર્દીઓ પાસેથી લૂંટ કેમ?:સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, MRP-રિટેલરને મળતી કિંમતોમાં મોટો તફાવત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment