Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક-વૈભવ સૂર્યવંશીની વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશીપથી ભારત જીત્યું:199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં ચેઝ કર્યો; ઈન્ડિયાએ સિરીઝ પણ કબજે કરી

    15 hours ago

    અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગના દમ પર ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સિરીઝ બે મેચ બાકી રહેતા જ જીતી લીધી છે. અભિષેકે T20 ઇન્ટરનેશનલ કરિયરની ચોથી સેન્ચુરી ફટકારી. તેણે માત્ર 35 બોલમાં સેન્ચુરી પૂરી કરી લીધી. અભિષેક શર્માએ સદી ફટકારીને ઓમ નમઃ શિવાય સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે આવું સેલિબ્રેશન બીજીવાર કર્યું. અગાઉ, અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ જ્યારે તેણે 30 બોલમાં સદી ફટકારી હતી, ત્યારે આવું સેલિબ્રેશન કર્યું હતું. વૈભવે 19 બોલમાં 45 રન બનાવ્યા. તેના અને અભિષેક વચ્ચેની પાર્ટનરશીપ દરમિયાન ભારતે બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા. ભારતે માત્ર 5 ઓવરમાં 100 રન પૂરા કરી લીધા. આ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ટીમ સેન્ચુરી છે. ભારતે પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો. 6 ઓવરમાં ભારતે વિના વિકેટે 118 રન બનાવી લીધા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. ભારતે પાવરપ્લેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતીય ટીમે પાવરપ્લેની 6 ઓવરમાં 118 રન બનાવ્યા. આ T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર છે. પાછલો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 2024માં સ્કૉટલેન્ડ વિરુદ્ધ પાવરપ્લેમાં 113 રન બનાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    सुप्रीम कोर्ट से क्या कहा आयोग ने, 250 पन्ने के जवाब पर क्यों मचा है बवाल?
    Next Article
    અભિષક શર્માનું 'ઓમ નમઃ શિવાય' સેલિબ્રેશન:મિચેલની સિક્સ ક્યોરિટી ગાર્ડને માથામાં વાગતા માંડ-માંડ બચી; ત્રીજી T20Iની મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment