Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતને બીજા જ બોલ પર મળી વિકેટ:રેણુકાએ જ્યોર્જિયા વોલને LBW આઉટ કરી, ઓસ્ટ્રેલિયાને જીતવા 171 રનનો ટાર્ગેટ

    1 day ago

    ભારતે વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને 171 રનનો ટાર્ગેટ આપ્યો. લોર્ડ્સમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમે 20 ઓવરમાં 4 વિકેટ પર 170 રન બનાવ્યા. ભારતને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 66 રન કર્યા. શેફાલી 34 રન અને સ્મૃતિ 38 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદારી સંભાળી અને ફીફટી ફટકારી હતી. તેણે 27 બોલમાં 56 રન કર્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા. હરમને જેમિમા સાથે ત્રીજી વિકેટ માટે 64 રનની પાર્ટનરશીપ કરીને ટીમને 170 સુધી પહોંચાડી દીધી હતી. જેમિમા 34 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ હતી. ભારતીય ટીમ માટે આ મુકાબલો 'કરો યા મરો' સમાન છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. આ પહેલા દિવસની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવીને 5 મેચમાં 8 પોઇન્ટ મેળવી લીધા છે. ઓસ્ટ્રેલિયા પણ 8 પોઇન્ટ સાથે લગભગ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. ભારતના 4 મેચમાં 6 પોઇન્ટ છે અને સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે તેને આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    વરસાદના કારણે બીજી વખત મેચને રોકવી પડી:ભારતના 4 બેટર્સ આઉટ, ભારતીય મૂળના જય મુન્દ્રાએ ત્રણ વિકેટ લીધી, આયર્લેન્ડે 155 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    રાજકોટ રેલવે પોલીસની મોટી કાર્યવાહી:ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી આધાર-પુરાવા વિના કરોડોનાં સોના-ચાંદી અને રૂ. 14.50 લાખ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યા, તમામ મુદ્દામાલ કબ્જે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment