Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવે પોલીસની મોટી કાર્યવાહી:ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી આધાર-પુરાવા વિના કરોડોનાં સોના-ચાંદી અને રૂ. 14.50 લાખ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યા, તમામ મુદ્દામાલ કબ્જે

    1 day ago

    રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. શહેરનાં ભક્તિનગર રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા 65 વર્ષીય વૃદ્ધ રસિકલાલ જગડાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં તેમની પાસેથી 250 ગ્રામ સોનું, 4 કિલો ચાંદી અને રૂ. 14.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. આ કિંમતી મુદ્દામાલ અને રોકડ અંગે વૃદ્ધ કોઈ કાયદેસરના બિલ કે સંતોષકારક આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તમામ મુદ્દામાલ સીલ કરી સરકારી કબ્જામાં લીધો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સઘન પૂછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ નાણાકીય અનિયમિતતાની તપાસ માટે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની ટીમ રૂટીન પેટ્રોલિંગ અને શંકાસ્પદ મુસાફરોનું ચેકિંગ કરી રહી હતી. આ ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધની ગતિવિધિ શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ વૃદ્ધનું નામ રસિકલાલ જગડા હોવાનું સામે આવ્યું હતુ. તેમની ઉંમર 65 વર્ષની છે. પોલીસને તેમની વર્તણૂક પર શંકા જતા તેમના સામાનની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ શખ્સની તલાશી લેવામાં આવતા તેની પાસેથી મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના દાગીના રસીકલાલ પાસેથી 250 ગ્રામ સોનું અને 4 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી રૂ. 14.50 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. 65 વર્ષીય રસિકલાલ જગડા આ મુદ્દામાલ અંગેના કોઈ પણ પ્રકારના બિલ કે સંતોષકારક આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ સીલ કરી સરકારી કબ્જામાં લીધો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસના પીઆઈ એચ.એમ.રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સ્ટાફ તાત્કાલિક અસરથી તપાસમાં જોડાઈ ગયા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સોનું તેમજ ચાંદી કોઈ ચોરી કે લૂંટના ગુના સાથે સંકળાયેલા છે કે પછી આ કોઈ હવાલા કૌભાંડ અથવા ટેક્સ ચોરીનો મામલો છે. રેલવે પોલીસ આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગ અને અન્ય સંબંધિત સરકારી એજન્સીઓને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતને બીજા જ બોલ પર મળી વિકેટ:રેણુકાએ જ્યોર્જિયા વોલને LBW આઉટ કરી, ઓસ્ટ્રેલિયાને જીતવા 171 રનનો ટાર્ગેટ
    Next Article
    PM Modi Highlights Climate Impact On Island Nations In Seychelles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment