Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે બીજી વખત મેચને રોકવી પડી:ભારતના 4 બેટર્સ આઉટ, ભારતીય મૂળના જય મુન્દ્રાએ ત્રણ વિકેટ લીધી, આયર્લેન્ડે 155 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ભારત સામે બીજી T20માં આયર્લેન્ડે હેરી ટેક્ટરની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 154 રન બનાવ્યા છે. ટીમે ભારતને 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 ઓવરમાં 54/4 છે. ટીમ તરફથી તિલક વર્મા અને અક્ષર પટેલ ક્રિઝ પર છે. હાલમાં મેચમાં બીજીવાર વરસાદ શરૂ થતા મેચને રોકવી પડી છે. જય મુન્દ્રાએ સંજુ સેમસન, અભિષેક શર્માને ઝીરો અને શ્રેયસ અય્યરને 10 રન પર આઉટ કર્યા. તો ઈશાન કિશન (12 રન) રનઆઉટ થયો હતો. આયરિશ ટીમ માટે ચોથી વિકેટ માટે ટેક્ટર અને બેન્જામિન કેલિટ્ઝે મહત્વપૂર્ણ ફિફ્ટીની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી T-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આ મુકાબલો બેલફાસ્ટમાં રમાઈ રહ્યો છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વૈભવ સૂર્યવંશીને સતત બીજી મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી નથી, જ્યારે સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવે T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    Ahead of Ashadhi Wari, ASHA workers told to step up health awareness drive
    Next Article
    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતને બીજા જ બોલ પર મળી વિકેટ:રેણુકાએ જ્યોર્જિયા વોલને LBW આઉટ કરી, ઓસ્ટ્રેલિયાને જીતવા 171 રનનો ટાર્ગેટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment