Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નના વીડિયોમાં બોલિવૂડ સોંગ્સ મિક્સ કરતાં સાવધાન:T-Seriesના ગીતોનો ગેરકાયદે ઉપયોગ કરનાર નંદાસણના સ્ટુડિયો સંચાલક સામે ગુનો દાખલ

    3 days ago

    મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ મથક વિસ્તારમાં જાણીતી મ્યુઝિક કંપનીના કોપીરાઇટ ધરાવતા ઓડિયો ગીતોનો કોઈપણ પ્રકારના લાયસન્સ વગર બિનઅધિકૃત રીતે ઉપયોગ કરવા બદલ એક ફોટો સ્ટુડિયો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ટી-સીરીઝ) કંપનીની એન્ટી પાયરસી ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને સ્ટુડિયો માલિક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. શ્રીજી ફોટો સ્ટુડિયોમાં લાયસન્સ વગર ગીતોનું મિક્સિંગ થતું હતું પ્રાપ્ત વિગતો અનુસાર, ટી-સીરીઝ કંપનીમાં એન્ટી પાયરસી એક્ઝીક્યુટિવ તરીકે ફરજ બજાવતા મિત ચેલાભાઈ દેસાઈને બાતમી મળી હતી કે, નંદાસણ હાઈવે પર આવેલા શ્રી હરિ કોમ્પ્લેક્સ સ્થિત 'શ્રીજી ફોટો સ્ટુડિયો'માં ટી-સીરીઝ કંપનીની માલિકી ધરાવતા ગીતોનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટુડિયો સંચાલક કોઈપણ પ્રકારના લાયસન્સ કે લેખિત પરવાનગી વિના પ્રી-વેડિંગ તેમજ લગ્ન પ્રસંગના વીડિયો શૂટિંગના ડેટામાં કંપનીના હક્કોવાળા ગીતોનું મિક્સિંગ કરીને વ્યાવસાયિક ધોરણે વેપાર કરી રહ્યો હતો. આ માહિતીના આધારે કંપનીના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ કરીને વિગતો મેળવી હતી. પોલીસ અને પંચોની હાજરીમાં રેડ કરી કોમ્પ્યુટર તપાસ્યું માહિતી પુષ્ટિ પામતાં કંપનીના પ્રતિનિધિઓએ નંદાસણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટાફ અને પંચોને સાથે રાખીને 'શ્રીજી ફોટો સ્ટુડિયો' ખાતે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાન પર હાજર સંચાલક રવીન્દ્રભાઈ દેવજીભાઈ સુતરીયા મળી આવ્યા હતા. ચાલુ કોમ્પ્યુટરની ચકાસણી કરતાં 'સત્યમેવ જયતે-2' ફિલ્મનું જાણીતું ગીત "મેરી ઝિંદગી હે" અને 'યમલા પગલા દીવાના' ફિલ્મનું "ચઢા દે રંગ" સહિત ટી-સીરીઝના માલિકી હક્કવાળા અનેક ગીતો લગ્નના વીડિયો ફૂટેજમાં મિક્સિંગ કરેલા મળી આવ્યા હતા. સંચાલક પાસે આ ગીતોના ઉપયોગ અંગે કંપનીનું માન્ય લાયસન્સ માંગતા તેની પાસે કોઈ સત્તાવાર પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. ₹40 હજારનું CPU જપ્ત, ગુનો દાખલ પોલીસે સ્થળ પરથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું આશરે ₹40,000ની કિંમતનું કાળા કલરનું કેબિનેટ ધરાવતું CPU મુદ્દામાલ તરીકે કબજે કર્યું છે. મિત દેસાઈની લેખિત ફરિયાદના આધારે નંદાસણ પોલીસે રવીન્દ્રભાઈ દેવજીભાઈ સુતરીયા વિરુદ્ધ ધી કોપીરાઇટ એક્ટ, 1957ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ રમેશજીને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    70+ ઉંમરના ખેલાડીઓ માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ:સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન, ફાઇનલમાં સાત વિકેટે જીત મેળવી
    Next Article
    CGPA વધારી આપવાની લાલચ, જાતીય શોષણના પ્રયાસ કર્યો:વડોદરાની ખાનગી યુનિવર્સિટીના એક્ઝામ વિભાગમાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી શખ્સે વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધની માગણી કરી, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment