Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CGPA વધારી આપવાની લાલચ, જાતીય શોષણના પ્રયાસ કર્યો:વડોદરાની ખાનગી યુનિવર્સિટીના એક્ઝામ વિભાગમાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી શખ્સે વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધની માગણી કરી, આરોપીની ધરપકડ

    3 days ago

    વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીને ચોથા સેમેસ્ટરમાં CGPA 8થી 9 સુધી વધારી આપવાની લાલચ આપી જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા શખ્સે પોતે યુનિવર્સિટીના એક્ઝામ વિભાગના એડમિન બ્લોકમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી યુવતીનો સંપર્ક કર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૂળ મુંબઈની અને હાલ વડોદરા ખાતે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનો એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતીનો મોબાઇલ નંબર મેળવી તેના વિશે માહિતી એકત્ર કરનાર શખ્સે પોતે યુનિવર્સિટીના એક્ઝામ વિભાગના એડમિન બ્લોકમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ યુવતીને આગામી ચોથા સેમેસ્ટરમાં તેનો CGPA 8થી 9 સુધી વધારી આપવાની લાલચ આપી હતી. આરોપી રાકેશ સતિષભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33, રહે બજાર ચોક ટાવર પાસે વાઘોડિયા, વડોદરા) તેના બદલામાં યુવતીને એકાંત જગ્યાએ લઈ જઈ નશો કરાવી જાતીય શોષણ કરવાની તથા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની તૈયારી અને પ્રયાસ કર્યો હતો. યુવતીની સાથે જાતીય સંબંધ બાંધવાની માગણી પણ કરવામાં આવી છે. ઘટના બાદ યુવતીએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી નહોતી. નજીકના સમયમાં પરીક્ષા હોવાથી તૈયારી કરવાની હતી અને માતા સાથે ચર્ચા કરવાની હોવાથી તે સમયે પોલીસનો સંપર્ક કર્યો નહોતો. જોકે, માતા અને મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    લગ્નના વીડિયોમાં બોલિવૂડ સોંગ્સ મિક્સ કરતાં સાવધાન:T-Seriesના ગીતોનો ગેરકાયદે ઉપયોગ કરનાર નંદાસણના સ્ટુડિયો સંચાલક સામે ગુનો દાખલ
    Next Article
    🟠Gujarat Latest News LIVE | ગુજરાતના તમામ મહત્વના સમાચાર | Monsoon | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment