Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ બોર્ડર પર ભૂંડ ભરેલો ટ્રક ઝડપાયો:પોલીસ-જીવદયા પ્રેમીઓએ 70 પશુઓ બચાવ્યા; ત્રણ સામે ગુનો નોંધ્યો

    1 week ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પરથી ભૂંડ ભરેલા એક ટ્રકને પોલીસ અને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડ્યું છે. આ ટ્રકમાંથી આશરે 70 ભૂંડ મળી આવ્યા હતા, જેમને ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જીવદયા પ્રેમીઓ અને 112 જનરક્ષકને અમદાવાદ તરફથી ભૂંડ ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે અમીરગઢ હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. પાલનપુર તરફથી આવી રહેલા એક સફેદ કલરના આઈસર ટ્રકને રોકવાનો પ્રયાસ કરાતા, ચાલકે ટ્રકને આબુરોડ તરફ ભગાવ્યો હતો. જોકે, અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસ અને જીવદયા પ્રેમીઓએ આ ટ્રકને આંતરીને ઝડપી પાડ્યો હતો. ટ્રકની તપાસ કરતા અંદર ભૂંડ પશુઓને અત્યંત ગીચતાપૂર્વક ભરવામાં આવ્યા હતા. તેમની ચામડી એકબીજા સાથે ઘસાતી હતી અને પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. ગણતરી કરતા અંદાજે 70 જેટલા ભૂંડ પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી, મુદ્દામાલ કબજે લીધો હતો. ટ્રક ચાલક સહિત કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત, દર્દીઓ જીવના જોખમે:10 દિવસમાં સ્થળાંતર નહીં તો તાળાબંધીની ચીમકી
    Next Article
    નવસારીમાં ગાયના મૃતદેહનો કચરાની ગાડીમાં નિકાલ બંધ:મેયર અશોક ધોરાજીયાનો નિર્ણય: માન-સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment