Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ:SUSEC અને હાઉસ ઓફ સ્ટાર્ટ્સ વચ્ચે MoU, રોકાણ અને મેન્ટરશિપની મળશે નવી તકો

    11 hours ago

    સૌરાષ્ટ્રના યુવાનોમાં રહેલી નવતર વિચારધારાને ઉદ્યોગનું રૂપ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 'સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ' (SUSEC) દ્વારા એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. 10 માર્ચ 2026ના રોજ SUSEC અને 'હાઉસ ઓફ સ્ટાર્ટ્સ' વચ્ચે સ્ટાર્ટઅપ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય નવીન વિચારો ધરાવતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મેન્ટરશિપ અને રોકાણની નવી ક્ષિતિજો આ MoU અંતર્ગત બંને સંસ્થાઓ સાથે મળીને સ્ટાર્ટઅપ્સ માટે રોકાણ (Investment) મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે. જે સ્ટાર્ટઅપ્સ પાસે પ્રોજેક્ટ તૈયાર છે, તેમને જરૂરી ફંડિંગ મળી રહે તે માટે માહિતીની આપલે કરવામાં આવશે. આ ઉપરાંત, ઉદ્યોગ જગતના નિષ્ણાતો દ્વારા યુવાનોને મેન્ટરશિપ અને નેટવર્કિંગની સુવર્ણ તકો પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ પોતાના વ્યવસાયને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકે. તાલીમ અને જ્ઞાનનું આદાન-પ્રદાન સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના સર્વાંગી વિકાસ માટે બંને સંસ્થાઓ પોતાના જ્ઞાન અને અનુભવોની વહેંચણી કરશે. યુવાનોમાં ઉદ્યમિતાની ભાવના જાગૃત કરવા માટે સંયુક્ત રીતે વિશેષ તાલીમ કાર્યક્રમો, જાગૃતિ અભિયાન અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ સહયોગથી સૌરાષ્ટ્ર પ્રદેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાના લાશના PM રિપોર્ટમાં ઘટસ્ફોટ:હાથ-પગ બાંધી ગળું દબાવી મર્ડર, પારિવારિક કલેશમાં પરિચિત મહિલાએ હત્યા કર્યાની શંકા
    Next Article
    જામનગરમાં આંતર કોલેજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ:વિજેતા ખેલાડીઓને સાયકલની અનોખી ભેટ આપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો ઈતિહાસ રચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment