Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા અને PM પોષણ સમિતિની બેઠકમાં કલેક્ટરે તાકીદ કરી‎:અનાજના વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં

    1 day ago

    નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, જિલ્લા પુરવઠાની તકેદારી સમિતિ તથા પીએમ પોષણ યોજનાની સ્ટિયરિંગ કમિટીની બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા વ્યવસ્થા, જાહેર વિતરણ પ્રણાલી, નિરીક્ષણની કામગીરી, સમિતિની રચના અને બેઠકોના આયોજન સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે રેશનકાર્ડ ધારક તમામ પાત્ર લાભાર્થીઓને નિયત જથ્થા મુજબ ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે અને અનાજના વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવા ભાર મૂક્યો હતો. વધુમાં, સરકારી સસ્તા અનાજની દુકાનોનું નિયમિત નિરીક્ષણ કરવા તેમજ નિયમોનું પાલન ન કરનારા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પુરવઠાના અધિકારીઓએ સમયસર એમડીએમ (MDM) કેન્દ્રોની સઘન તપાસ કરવા જણાવ્યું હતું. સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં પીએમ પોષણ યોજના હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં અપાતા આહારના મેનૂ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ સૂચના કલેક્ટરે આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંજો આપનાર વોન્ટેડ‎:ગણદેવીના દેસાડ નાકા પાસેથી રિક્ષામાં 23.81 ગ્રામ ગાંજા સાથે ચાલક ઝબ્બે
    Next Article
    France's Limoges Town Hall Survived World Wars, Now Destroyed In Clashes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment