Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં આંતર કોલેજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ:વિજેતા ખેલાડીઓને સાયકલની અનોખી ભેટ આપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો ઈતિહાસ રચાયો

    10 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026ની ઇન્ટર કોલેજ રોડ સાયકલિંગ સ્પર્ધાનું આયોજન 8/3/2025ના રોજ જામનગરના વાલસુરા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. ભવન્સ એચ.જે. દોશી કોલેજ, જામનગર દ્વારા સંચાલિત આ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 30થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનમાં સૌથી આકર્ષક બાબત એ રહી કે ઇતિહાસમાં પ્રથમ વખત વિજેતાઓને પ્રોત્સાહનરૂપે સાયકલ ભેટ આપવામાં આવી હતી. સ્પર્ધાનું પરિણામ અને વિજેતાઓ સ્પર્ધામાં ભાઈઓ માટે 30 કિમી અને બહેનો માટે 20 કિમીની રોડ રેસ રાખવામાં આવી હતી. ભાઈઓના વિભાગમાં કામાણી સાયન્સ કોલેજ, અમરેલી ચેમ્પિયન બની હતી, જ્યારે ભવન્સ એચ.જે. દોશી કોલેજ, જામનગર રનર્સ-અપ રહી હતી. બહેનોના વિભાગમાં ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ, જામનગર ચેમ્પિયન અને કામાણી સાયન્સ કોલેજ, અમરેલી રનર્સ-અપ જાહેર થઈ હતી. બંને વિભાગના પ્રથમ 6 ખેલાડીઓ હવે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. પ્રોત્સાહન અને નવી પહેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી રજનીકાંત પ્રાગડા અને યુનિવર્સિટી ઓબ્ઝર્વર ડો. એચ.એ. ભાલીયા ઉપસ્થિત રહ્યા હતા. યુવા ઉદ્યોગપતિ મિતેશભાઈ લાલ દ્વારા ચેમ્પિયન બનેલા ખેલાડીઓને સાયકલ ભેટ આપી એક અનોખી શરૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર આયોજક કોલેજ દ્વારા વિજેતાઓને સાયકલ એનાયત કરાઈ છે, જે રમતવીરો માટે પ્રેરણાદાયી બની રહેશે. સફળ સંચાલન અને અભિનંદન આ સમગ્ર ઇવેન્ટનું સફળ સંચાલન પ્રિન્સિપાલ ડો. તોસીફખાન પઠાણ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન બદલ કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ:SUSEC અને હાઉસ ઓફ સ્ટાર્ટ્સ વચ્ચે MoU, રોકાણ અને મેન્ટરશિપની મળશે નવી તકો
    Next Article
    Opinion: An Open Letter To Mani Shankar Aiyar - By Shashi Tharoor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment