Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    STP અને WTP પ્રોજેક્ટનું પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે:લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે| સા. કુંડલાને રૂ. 38.55 કરોડના ખર્ચે 2 વોટર પ્લાન્ટ તૈયાર

    8 hours ago

    સાવરકુંડલા શહેરમાં પાણી અને ગટર વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કુલ આશરે રૂપિયા 38.55 કરોડના મહત્વપૂર્ણ વિકાસકાર્યો આગામી દિવસોમાં સાકાર થવા જઈ રહ્યા છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શહેરમાં ગંદા પાણીના વૈજ્ઞાનિક ઢબે શુદ્ધિકરણ માટે આશરે રૂપિયા 28 કરોડના ખર્ચે 7.340 MLD ક્ષમતાનો સ્ટોરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં ગટર વ્યવસ્થામાં સુધારો થવાની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે. તે ઉપરાંત અમૃત 2.0 યોજના અંતર્ગત રૂપિયા 10.55 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 17 MLD ક્ષમતાનો WTP, 32 લાખ લિટરની ક્ષમતાનો સંપ તથા ESR જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. બંને પ્રોજેક્ટ કાર્યરત થતાં સાવરકુંડલા શહેરમાં ગંદા પાણીના વ્યવસ્થાપન અને પીવાના પાણીના પુરવઠાને વધુ આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. શહેરના માળખાકીય વિકાસ માટે આ પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના જ પૂર્વ વોર્ડ પ્રમુખનો બળાપો:ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચાર દરવાજા વિસ્તારની પડી નથી
    Next Article
    યુવકે સગીરાને લાફો માર્યો, નવાયાર્ડના અઝહર પઠાણની ધરપકડ:યુવકે મનોદિવ્યાંગ બાળકીને અડપલાં કરી કહ્યું, પોલીસને કહ્યું તો ગળું કાપી નાખીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment