Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે સગીરાને લાફો માર્યો, નવાયાર્ડના અઝહર પઠાણની ધરપકડ:યુવકે મનોદિવ્યાંગ બાળકીને અડપલાં કરી કહ્યું, પોલીસને કહ્યું તો ગળું કાપી નાખીશ

    7 hours ago

    નવાયાર્ડ વિસ્તારમાં ઘરેથી નૂડલ્સનો મસાલો લેવા નીકળેલી 10 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળકીનો હાથ પકડીને એક યુવક ટેમ્પો પાછળ ખેંચી ગયો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે. નવાયાર્ડ ખાતે રહેતા અને ટેલરિંગનું કામ કરનાર પિતાએ કહ્યું કે, ‘મારી પુત્રી 10 વર્ષની છે. તે માનસિક રીતે અસ્વસ્થ છે. શનિવારે રાત્રે 9.30 વાગ્યે પુત્રી નૂડલ્સનો મસાલો લેવા નજીકની દુકાને ઘરેથી એકલી ચાલીને ગઈ હતી. આ દરમિયાન એક અજાણ્યા યુવકે બાળકીને અહીં આવ તેમ કહીને બોલાવી હતી. બાળકી યુવકની નજીક જતા, યુવકે તેનો હાથ પકડી લીધો હતો અને નજીકના ટેમ્પો પાછળ જબરજસ્તી લઈ ગયો હતો. જ્યાં તેણે દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટનાથી બાળકી ખૂબ ગભરાઈ ગઈ હતી. યુવકે તેને ગાલ પર લાફો મારી દીધો હતો અને ધમકી આપી હતી કે, ‘કાલે ફરી મળવા આવજે, નહીં આવે તો તને મારીશ. જો પોલીસને જાણ કરીશ તો તારું ગળું કાપી નાખીશ.’ સગીરાના પિતાએ કહ્યું કે, પુત્રી ખૂબ ડરી ગઈ હતી. તે દોડતી ઘરે આવી અને તેની માતાને સમગ્ર હકિકત જણાવી હતી. આ મામલે ફતેગંજ પોલીસે સામે અડપલા કરનાર નવાયાર્ડના અઝહર મહંેદીહસન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. માતા-પિતાએ જાતે સીસીટીવી ચકાસ્યા, અઝહરને જોઇ બાળકી બોલી, આ જ હતો સગીરાએ જ્યારે તેના માતા-પિતાને આખી ઘટના જણાવી ત્યારે ઘરના સૌ હેબતાઇ ગયા હતા. બાદમાં માતા-પિતા દીકરીને સાથે લઈને સ્થળ પર ગયા અને એક બાદ એક 50 લોકોના મોઢા બતાવ્યા હતા. તેમણે પુત્રીને પૂછ્યું હતું કે, તારી સાથે ખરાબ કામ કરનાર આમાંથી કોણ છે? ઘટના સમયે નજીક કેટલાક લોકો બેઠા હતા, પરંતુ કિશોરીનો અવાજ તેમના સુધી પહોંચ્યો નહોતો. કિશોરીએ હિંમત કરી તમામને જોયા, પરંતુ તેને અઝહર દેખાયો નહોતો. પિતા જાતે જ નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસવા બેઠાં હતા અને પુત્રીને ફૂટેજ બતાવતા તેમાં અઝહર દેખાઈ ગયો હતો. જેથી તાત્કાલિક દીકરીએ ‘અબ્બુ આજ હતો’ તેમ કહ્યું હતું. આરોપીની ધરપકડ કરી લેવાઇ છે, સીસીટીવી પણ મેળવ્યા છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સ્થળ નજીકના સીસીટીવી સહિતના જરૂરી પુરાવા પણ પોલીસે મેળવ્યા છે. કિશોરીનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. - એ.એમ.ગઢવી, પીઆઈ, ફતેગંજ પોલીસ સ્ટેશન
    Click here to Read More
    Previous Article
    STP અને WTP પ્રોજેક્ટનું પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે:લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે| સા. કુંડલાને રૂ. 38.55 કરોડના ખર્ચે 2 વોટર પ્લાન્ટ તૈયાર
    Next Article
    સતત ખોટ જતાં તપાસ થઇ, સીસીટીવીમાં કૌભાંડ બહાર આવ્યું:પેટ્રોલ પંપના 27 વર્ષ જૂના મેનેજરે 5 વર્ષ 500ના બંડલ સેરવી ₹6 કરોડ ઠગી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment