Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત ખોટ જતાં તપાસ થઇ, સીસીટીવીમાં કૌભાંડ બહાર આવ્યું:પેટ્રોલ પંપના 27 વર્ષ જૂના મેનેજરે 5 વર્ષ 500ના બંડલ સેરવી ₹6 કરોડ ઠગી લીધા

    7 hours ago

    તરસાલી બાયપાસ સ્થિત નેશનલ હાઈવે-48 પર આવેલા બાલાજી પેટ્રોલિયમમાં છેલ્લાં 27 વર્ષથી ફરજ બજાવતા વિશ્વાસુ મેનેજરે માલિક સાથે રૂ. 6.05 કરોડની જંગી નાણાકીય ઉચાપત કરી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મકરપુરાના સુશેન તરસાલી રોડ પર આવેલી આનંદબાગ સોસાયટીમાં રહેતા વેપારી આશીષ બનવારીલાલ સુદ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પંપ પર મેનેજર તથા ફર્સ્ટ શિફ્ટના કેશિયર તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્ર જગદીશભાઈ પરમાર રહે દરબાર ચોકડી, માંજલપુરે આ આખું કૌભાંડ આચર્યું હતું. વેપારીને ધંધામાં સતત ખોટ જતી હોવાથી શંકા ગઈ હતી. જાન્યુઆરી-2026માં પંપના CCTV કેમેરા તપાસતાં મેનેજર ઉપેન્દ્ર રોજેરોજ વકરામાંથી રૂ. 500ના બંડલ ખિસ્સામાં મૂકી જતો નજરે પડ્યો હતો. ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું કે, આરોપી 1 એપ્રિલ 2021થી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઓનલાઇન પેમેન્ટ ન આવ્યું હોવા છતાં વધુ ઓનલાઇન પેમેન્ટ બતાવી રોકડ રકમ સેરવી લેતો હતો. આ ઉપરાંત, અસ્તિત્વમાં ન હોય તેવી બોગસ ટ્રાન્સપોર્ટ કંપનીઓના નામે ખોટા ઇન્વોઇસ ઊભા કરી તેમજ માલિકની ડિજિટલ સહીનો દુરુપયોગ કરીને ઉઘારી ખાતાના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ કાનૂની તપાસ હાથ ધરી છે. કર્મચારીએ ઘર ખરીદ્યું, નવી બાઇક લીધી,મોંઘા મોબાઇલ લેતાં શંકા ગઇ પેટ્રોલ પંપ ઉપર 27 વર્ષથી નોકરી કરતાં મેનેજર ઉપેન્દ્ર પરમાર ઉપર માલિકને ભરોસો હતો. પેટ્રોલ અને ડિઝલ લાવવા માટે કંપનીમાં પહેલા રૂપિયા ભરવા પડે છે. ઉચાપતના કારણે પંપના બેન્ક ખાતામાં પૂરતી રકમના હોય એવું પણ કોઈ વાર બનતુ હતું. પરિણામે પંપ માલિકે બેન્કમાં પ્રથમ 2 કરોડ બાદમાં 7 કરોડ અને છેલ્લે 9 કરોડની કેશ ક્રેડિટ લોન કરાવી હતી. બીજી તરફ મેનેજરે પ્રથમ નવું બાઇક લીધું હતું ત્યાર બાદ બીજા વર્ષે ઘર ખરીદ્યું હતું, મોંઘા મોબાઇલ ફોન વાપરતો હતો. પરિણામે શંકા જતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મેનેજર રોજ રૂપિયાના બંડલ ખિસ્સામાં સરકાવતો નજરે પડ્યો હતો. બાદમાં આરોપીને સાથે બેસાડી છેલ્લા પાંચ વર્ષનો હિસાબ કરતા ભાંડો ફૂટ્યો હતો. 8 બોગસ કંપનીઓ બનાવી ખોટાં બિલ મૂકતો
    Click here to Read More
    Previous Article
    યુવકે સગીરાને લાફો માર્યો, નવાયાર્ડના અઝહર પઠાણની ધરપકડ:યુવકે મનોદિવ્યાંગ બાળકીને અડપલાં કરી કહ્યું, પોલીસને કહ્યું તો ગળું કાપી નાખીશ
    Next Article
    શહેર-જિલ્લામાં 55.66 કરોડની સહાય જાહેર કરાઇ હતી:2024ના પૂરગ્રસ્ત 4.94 લાખ લોકોને 49.72 કરોડની સહાય,પૂર્વમાં સૌથી વધુ 30.47 કરોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment