Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર-જિલ્લામાં 55.66 કરોડની સહાય જાહેર કરાઇ હતી:2024ના પૂરગ્રસ્ત 4.94 લાખ લોકોને 49.72 કરોડની સહાય,પૂર્વમાં સૌથી વધુ 30.47 કરોડ

    7 hours ago

    શહેર-જિલ્લામાં 2024માં આવેલા વિનાશક પૂર બાદ સરકાર દ્વારા સહાય ચૂકવાઈ હતી. કુલ 55.66 કરોડની સહાયમાંથી 89.3 ટકા એટલે કે 49.72 કરોડ માત્ર શહેરના 4 ઝોનમાં ચૂકવાયા છે. જ્યારે તાલુકાઓમાં 5.95 કરોડની સહાય ચૂકવાઈ છે. શહેરના 4 ઝોન પૈકી પૂર્વ ઝોનમાં સૌથી વધુ 30.47 કરોડનું ચુકવણું કરાયું છે, જે શહેરને મળેલી કુલ સહાયના 61.3 ટકા જેટલું છે. શહેરમાં પશ્ચિમ ઝોનને 7.66 કરોડ, દક્ષિણ ઝોનને 6.71 કરોડ અને ઉત્તર ઝોનને 4.87 કરોડની સહાય ચૂકવાઈ છે. સરકારે સૌથી મોટો ખર્ચ ઘરવખરી સહાય પેટે કર્યો છે, જેમાં કુલ 43.46 કરોડ ચૂકવાયા છે. તેમાં શહેરમાં 38.83 કરોડ અને તાલુકાઓમાં 4.02 કરોડ ચૂકવાયા છે. શહેરમાં 77,660 લાભાર્થીઓને ઘરવખરી સહાય મળી છે. આ ઉપરાંત કેશડોલ હેઠળ કુલ 4,11,536 લાભાર્થીઓને 11.12 કરોડ ચૂકવાયા છે. તાલુકાઓમાં વાઘોડિયા તાલુકાને સૌથી વધુ 2.82 કરોડની સહાય મળી છે. ત્યારબાદ ડભોઇને 63.37 લાખ, પાદરાને 63 લાખ, સાવલીને 37.50 લાખ અને કરજણને 9.78 લાખની સહાય ચૂકવવામાં આવી છે. મોટા કેબિનના 3597 ધારકોને 14.38 કરોડ ચૂકવાયા 7 લોકોના મોત થતાં ₹28 લાખ સહાય પેટે ચૂકવાયા ઝોન દીઠ લાભાર્થીઓને ચૂકવાયેલી સહાય પૂર્વ ઝોન કેશ ડોલ : 2,35,999 લોકોને ₹6.52 કરોડ ઘરવખરી સહાય : 47,650 કિસ્સામાં ₹23.82 કરોડ પશ્ચિમ ઝોન કેશડોલ : 36,629 લાભાર્થીઓ ₹1 કરોડ ઘરવખરી સહાય : 7,650 કિસ્સામાં ₹3.82 કરોડ ઉત્તર ઝોન કેશડોલ : 61,899 લોકોને ₹1.79 કરોડ ઘરવખરી સહાય : 11,501 કિસ્સામાં ₹5.75 કરોડ દક્ષિણ ઝોન કેશડોલ્સ 51,685 લોકોને ₹1.27 કરોડ અપાઇ ઘરવખરી સહાય 10,859 કિસ્સામાં ₹5.42 કરોડ ઝૂંપડા સહાય 1 કિસ્સામાં ₹0.08 લાખ
    Click here to Read More
    Previous Article
    સતત ખોટ જતાં તપાસ થઇ, સીસીટીવીમાં કૌભાંડ બહાર આવ્યું:પેટ્રોલ પંપના 27 વર્ષ જૂના મેનેજરે 5 વર્ષ 500ના બંડલ સેરવી ₹6 કરોડ ઠગી લીધા
    Next Article
    હક્ક માટે લડત:કચ્છમાં ટાટ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવા 630 ઉમેદવારોની સહી સાથે શિક્ષણમંત્રીને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment