Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હક્ક માટે લડત:કચ્છમાં ટાટ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવા 630 ઉમેદવારોની સહી સાથે શિક્ષણમંત્રીને રજૂઆત

    7 hours ago

    આગામી તા. 20 સપ્ટેમ્બર, 2026ના યોજાનારી TAT-S (સેકેન્ડરી) મેન્સ પરીક્ષા માટે કચ્છ જિલ્લાના હજારો ઉમેદવારોએ અરજી કરી છે, પરંતુ કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે કચ્છના 630 જેટલા ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ લેખિત સહી સાથે રાજ્યના શિક્ષણમંત્રીને લેખિત પત્ર પાઠવીને કચ્છમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી અપીલ કરી છે. કચ્છ ગુજરાત રાજ્યનો સૌથી વિશાળ જિલ્લો છે અને અહીં સરકારી કોલેજો તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જેવી પૂરતી શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક ઉમેદવારોને વારંવાર અમદાવાદ અથવા અન્ય દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડે છે. તાજેતરમાં તા. 08 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી TAT-H પરીક્ષા દરમિયાન પણ કચ્છના ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અબડાસા અને માંડવી જેવા દૂરના વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોએ પ્રથમ ભુજ સુધી અને ત્યારબાદ ભુજથી અમદાવાદ સુધીની લાંબી મુસાફરી કરવી પડી હતી, જેના કારણે સમય, નાણાં અને શારીરિક શક્તિનો મોટો વ્યય થયો હતો. ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે કચ્છ બહાર પરીક્ષા આપવા જવું જોખમી અને મુશ્કેલ બને છે. પરિવારજનોને પણ પોતાની દીકરી કે બહેનની સુરક્ષા અને રહેવા-જમવાની વ્યવસ્થા અંગે મોટી ચિંતા રહે છે. કચ્છથી અમદાવાદનું અંતર આશરે 400 કિલોમીટરથી વધુ હોવાથી ઉમેદવારોને આર્થિક અને માનસિક તણાવ સહન કરવો પડે છે. આથી અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા સહિતના તમામ તાલુકાના ઉમેદવારોને ન્યાય મળે તે માટે ભુજ ખાતે જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉમેદવારો દ્વારા ઈ-મેલ અભિયાન શરૂ કરાયું કચ્છમાં ટાટ અને ટેટ પરીક્ષાનું કેન્દ્ર ન મળતા છાત્રોએ ઈ-મેલ અભિયાન શરૂ કર્યું છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે તેઓએ એક ફોર્મેટ રજુ કર્યો છે અને સરકાર તેમજ શિક્ષણ મંત્રી સહિત ધારાસભ્યોના ઇમેલ આઈડી જાહેર કરીને કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે હવે ઈમેલ કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શહેર-જિલ્લામાં 55.66 કરોડની સહાય જાહેર કરાઇ હતી:2024ના પૂરગ્રસ્ત 4.94 લાખ લોકોને 49.72 કરોડની સહાય,પૂર્વમાં સૌથી વધુ 30.47 કરોડ
    Next Article
    5 સપ્ટેમ્બર સુધી ખાલી જગ્યાઓનું લિસ્ટ ગાંધીનગર મોકલવા આદેશ કરાયો:7 સપ્ટેમ્બરે પ્રા. શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પ, 31 જુલાઈના મહેકમને આધારે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment