Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 સપ્ટેમ્બર સુધી ખાલી જગ્યાઓનું લિસ્ટ ગાંધીનગર મોકલવા આદેશ કરાયો:7 સપ્ટેમ્બરે પ્રા. શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પ, 31 જુલાઈના મહેકમને આધારે કાર્યવાહી

    7 hours ago

    રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો તથા શિક્ષકોની વધ-ઘટ બદલીને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા શાસનાધિકારીઓને પરિપત્ર પાઠવી 7 સપ્ટેમ્બરના વધ-ઘટ બદલી કેમ્પ યોજવા આદેશ કરાયો છે. નાયબ શિક્ષણ નિયામક ડૉ. ગૌરાંગ વ્યાસની સહીથી જારી પરિપત્ર મુજબ, વધ-ઘટ બદલી કેમ્પ માટે 31 જુલાઈ, 2026ની સ્થિતિએ મંજૂર મહેકમને આધાર ગણવામાં આવશે. મંજૂર મહેકમ કરતાં વધુ સંખ્યામાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો તેમજ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને વધ ગણી તેમની વધ-ઘટ બદલી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જગ્યાઓના આધારે શિક્ષકોને સરભર કર્યા બાદ જો કોઈ જિલ્લામાં શિક્ષકો વધ રહેતા હોય, તો કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા પછી વિભાગ અને વિષયવાર ખાલી રહેતી જગ્યાઓની માહિતી 5 સપ્ટેમ્બર સુધીમાં ગાંધીનગર કચેરીએ મોકલવાની રહેશે. ટીચર્સ પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત વધના કારણે જે શિક્ષકોની બદલી કરવામાં આવે તેમની બદલીની અસર તથા સંબંધિત સેવાકીય વિગતો ટીચર્સ પોર્ટલ પર ફરજિયાતપણે ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. જો વિગતો સમયસર અપડેટ કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પરિપત્રમાં અપાઈ છે. કોર્ટના કેસમાં જગ્યાની સ્થિતિ દર્શાવવા સૂચના બદલીનો હુકમ થઈ ગયો હોય પરંતુ સંબંધિત શિક્ષકને હજુ સુધી છૂટા કરાયા ન હોય તો તે જગ્યા ખાલી દર્શાવવાની રહેશે. જ્યારે બદલીનો હુકમ થયો હોય પરંતુ શિક્ષક નવી જગ્યાએ હાજર ન થયા હોય તો તે જગ્યા ભરેલી ગણવાની રહેશે. આ ઉપરાંત, કોઈ જગ્યા અંગે હાઈકોર્ટ દ્વારા વચગાળાનો મનાઈહુકમ અપાયો હોય તો તેવા કિસ્સામાં હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. કોર્ટના આદેશના ઉલ્લંઘનથી ભવિષ્યમાં કોર્ટની અવમાનનાનો પ્રશ્ન ન સર્જાય તે માટે અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    હક્ક માટે લડત:કચ્છમાં ટાટ પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવા 630 ઉમેદવારોની સહી સાથે શિક્ષણમંત્રીને રજૂઆત
    Next Article
    કેન્દ્રના નવા નિયમ અંગે કચ્છ તંત્ર કાર્યવાહી કરશે:2 વર્ષ સુધી જન્મ-મરણની નોંધ ન કરાવો તો દાખલો કઢાવવા 25 હજાર સુધી ખર્ચવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment