Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રના નવા નિયમ અંગે કચ્છ તંત્ર કાર્યવાહી કરશે:2 વર્ષ સુધી જન્મ-મરણની નોંધ ન કરાવો તો દાખલો કઢાવવા 25 હજાર સુધી ખર્ચવા પડશે

    6 hours ago

    સરકાર દ્વારા જન્મ અને મરણની સમયસર નોંધણી ન કરાવવા બાબતે નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય ના વંચાણ-1 માં જણાવેલા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ-1969 માં જરૂરી સુધારા કરી ‘જન્મ-મરણ નોંધણી (સુધારા) કાયદો-2026’ બહાર પાડવામાં આવ્યો છે, કચ્છમાં તંત્ર દ્વારા નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી રહી છે. જેની પ્રસિદ્ધિ તા. 06/08/2026 થી ભારત રાજપત્ર (ધ ગેઝેટ ઓફ ઈન્ડિયા) માં કરાઈ છે. આ નવા નિયમ મુજબ જો જન્મ કે મરણની નોંધણી બે વર્ષ પછી કરાવવામાં આવશે તો જન્મ-મરણનો દાખલો મેળવવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી, એડવોકેટ તેમજ અન્ય ફી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ મળતા ઓર્ડરના આધારે પાલિકામાં જન્મ-મરણ વિભાગમાંથી દાખલો મળવા પાત્ર થશે. આ તમામ પ્રક્રિયા પાછળ અરજદારે 10,000 થી 25,000 સુધીનો ખર્ચ કરવો પડશે. નવા કાયદાની સેક્શન-3 મુજબ, કોઈપણ જન્મ અથવા મૃત્યુ કે જેની વિલંબિત માહિતી તેની ઘટનાના એક વર્ષ પછી પરંતુ બે વર્ષની અંદર આપવામાં આવે છે, તે માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા અધિકૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ પર જ નોંધાશે. જ્યારે સેક્શન-3(એ) મુજબ, બે વર્ષ પછી વિલંબિત માહિતી આપવામાં આવે તો તેની સત્યતા ચકાસીને માત્ર સંબંધિત વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશથી જ નોંધણી થઈ શકશે. સરકારે નવો નિયમ અમલમાં મૂક્યો તે પહેલાં જે અરજીઓમાં મોટા ભાગની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હતી અને માત્ર ઓર્ડર આપવાનો બાકી હતો, તેવી અરજીઓમાં પણ નવેસરથી પ્રક્રિયા કરવાનું કહેવાતા અરજદારો અને એડવોકેટો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જન્મ-મરણ નોંધણીના નિયમો અને મર્યાદા
    Click here to Read More
    Previous Article
    5 સપ્ટેમ્બર સુધી ખાલી જગ્યાઓનું લિસ્ટ ગાંધીનગર મોકલવા આદેશ કરાયો:7 સપ્ટેમ્બરે પ્રા. શિક્ષકો માટે વધ-ઘટ બદલી કેમ્પ, 31 જુલાઈના મહેકમને આધારે કાર્યવાહી
    Next Article
    P&G Hygiene, Taj Gvk Hotels, Jindal Drilling, Suprajit Engineering, Vadilal Dividends: Last Day To Buy Shares To Qualify

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment