Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના જ પૂર્વ વોર્ડ પ્રમુખનો બળાપો:ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચાર દરવાજા વિસ્તારની પડી નથી

    8 hours ago

    શહેરના ચાર દરવાજા વિસ્તારની હાલત અત્યંત કફોડી હોવાનો અને લોકોએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિસ્તારની પડી નથી તેવા ગંભીર અક્ષેપો સાથે ભાજપના જ પૂર્વ વોર્ડ પ્રમુખે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ ચાર દરવાજા વિસ્તારની સમસ્યા માટે તંત્ર અને આડકતરી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર ઠેરવ્યા હતા. વોર્ડ નંબર 14 ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સચિન ઉર્ફે ગોપી શાહે સોશિયલ મીડિયા પર ઠાલવેલા આક્રોશમાં જણાવ્યું હતું કે, 20 વર્ષથી વિસ્તારમાં રોડ બન્યા નથી ફૂટપાથ બનાવવાની કામગીરી પણ નબળી છે. કેટલાક વિસ્તારમાં નવી લાઈન નાખવા છતાં ગંદુ પાણી આવે છે. પ્રતિબંધિત સમયે રિક્ષાઓને રોકવા વાળું કોઈ નથી. કાર્ય કરવામાં અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓને નેતાઓનું ધ્યાન દોર્યું છે પરંતુ કોઈ સાંભળતું નથી. તેઓએ તંત્ર પર નારાજગી ઠાલવતા કહ્યું હતું કે વિસ્તારમાં જે પણ કામ થાય તેનું નિરીક્ષણ કરવા એક પણ અધિકારી આવતો નથી. ચાર દરવાજા વિસ્તારમાં ચાર દરવાજાની હાલત બદતર છે. રહેણાંક મકાનોને કોમર્શિયલ બનાવી દેવાય છે, પાર્કિંગની સમસ્યા છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. તેઓએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, લોકોએ બહાર આવીને તેમના હક માટે બોલવું પડશે. ભાજપના કાર્યકરોમાં નારાજગી છે કે શહેરના ચાર દરવાજા વિસ્તાર પર કલ્યાણ રાયજી મંદિરની સામે એક પછી એક ચાર વૃક્ષોને ખરાબ રીતે કાપી નાખવામાં આવ્યા છે. જેની સામે એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે તંત્ર કાર્યવાહી કરતું નથી. બીજી તરફ અપનાબજારની ભારતને ઉતારવા અડધો રોડ બંધ કરી દેવાયો છે અને ક્યારે કામગીરી પૂરું થશે, લોકોને ક્યારે ટ્રાફિકમાંથી છુટકારો મળશે તેની કોઈ વાત થતી નથી. વોર્ડ 14ના બે કાઉન્સિલરો અલગ અલગ રસ્તે, સંગઠને પણ આંખ આડા કાન કરી લીધા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની બે બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. વોર્ડ 14ની આંતરિક ખેંચતાણના કારણે બે બેઠક ગઈ હોવાની ફરિયાદો ઉચ્ચ સ્તરે કરાઈ હતી. સાથે મોટાં નેતાઓ પગલે પણ ચાર દરવાજા વિસ્તારથી દૂરી બનાવી છે. સૂત્રો મુજબ ભાજપને મળેલી બે બેઠકના કાઉન્સિલરો પણ અલગ અલગ રસ્તે ચાલતા હોવાની જાણ સંગઠન અને મોટા નેતાઓને કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી. પ્રજાના કામો કરવાની જગ્યાએ કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભાજપના જ કાર્યકરોમાં નારાજગી છે અને તે સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. આ વિસ્તારમાં રહું છું એટલે મને દુઃખ થાય છે ચાર દરવાજા વિસ્તારમાં અનેકવિધ સમસ્યા છે. પણ મને લાગે છે કે બીજા વિસ્તારનું ધ્યાન રખાઇ રહ્યું છે પણ આ વિસ્તારની અવગણના કરાઈ રહી છે. હું માંનું છું કે, વર્ષોથી ચૂંટાતા પ્રતિનિધિની નાની મોટી ચૂંક રહી ગઈ હશે. પણ આ વિસ્તારમાં હું રહું છું એટલે મને દુખ થાય છે. - સચિન શાહ, પૂર્વ પ્રમુખ, ભાજપ વોર્ડ 14 રજૂઆત મળતી હોય છે, તે પ્રમાણે કામ થાય છે શહેરના ચાર દરવાજા વિસ્તારની સમસ્યાઓ અંગે સ્થાનિક લોકો અથવા અગ્રણીઓની રજૂઆત મળતી હોય છે. જે અંગે કાઉન્સિલરો તંત્રનું ધ્યાન દોરતા હોય છે. વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો છે. એટલે જે પ્રમાણે રજૂઆત મળે છે તે મુજબ કામ થાય છે. ચેતન દરજી, પ્રમુખ, ભાજપ વોર્ડ 14
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થ કોલિંગ:આખરે હોકી પુનર્જીવિત થશે,1500 ખેલાડી માટે ઓલિમ્પિક કક્ષાનું એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ બનશે
    Next Article
    STP અને WTP પ્રોજેક્ટનું પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે:લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે| સા. કુંડલાને રૂ. 38.55 કરોડના ખર્ચે 2 વોટર પ્લાન્ટ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment