Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તિરંગા યાત્રા: 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો પણ સહભાગી થયા

    9 hours ago

    વેરાવળ શહેરમાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર પાર્કથી શરૂ થયેલી આ યાત્રામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ, વિવિધ સંગઠનોના કાર્યકરો, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશ માટે ગૌરવની ભાવના જગાડવાનો હતો. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કલેક્ટર અને એસ.પી. સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ યાત્રામાં સહભાગી થયા હતા. આંબેડકર પાર્ક ખાતે દેશભક્તિના ગીતો ગવાયા હતા, જેનાથી રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો હતો. હાથમાં તિરંગો લઈને વિદ્યાર્થીઓએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. વિવિધ શાળાના નાના બાળકો ભારત માતા અને મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રીય મહાનુભાવોના પાત્રોની વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તિરંગા યાત્રા ટાવર ચોકથી શરૂ થઈ સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, એમ.જી. રોડ અને શાક માર્કેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રા પરત ડો. આંબેડકર પાર્ક ખાતે સમાપ્ત થઈ હતી. આ દરમિયાન શહેરના મુખ્ય બજારો અને રાજમાર્ગો પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ આયોજિત આ રેલીમાં નાગરિકોએ સહભાગી બની રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. દેશના ગૌરવ અને રાષ્ટ્રાભિમાનના આ અવસરે વિવિધ વર્ગના લોકો એકસાથે જોડાતા વેરાવળમાં એકતાનો સંદેશ પણ પ્રસર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ પ્રાંત અધિકારી જૈમીન કાકડીયા, યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા અને ગ્રામ્ય મામલતદાર સંજય બારૈયા સહિતના અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યાત્રાએ વેરાવળ શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં મંત્રી વેકરીયાના હસ્તે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું:ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ 32 સ્ટોલ, AK-47, MP5, સ્નાઈપર અને ગ્લોક પિસ્તોલ પણ પ્રદર્શનમાં
    Next Article
    H Ketki Vyas

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment