Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં મંત્રી વેકરીયાના હસ્તે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું:ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ 32 સ્ટોલ, AK-47, MP5, સ્નાઈપર અને ગ્લોક પિસ્તોલ પણ પ્રદર્શનમાં

    9 hours ago

    અમરેલી શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાની ઉજવણીને લઈને શહેરમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલીમાં ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો અને ચેતક કમાન્ડોની શિસ્તબદ્ધ પરેડે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ત્રણ દિવસ માટે નાગરિકો માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નાગરિકો માટે શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. 13થી 16 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ પ્રદર્શનમાં નાગરિકો, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો અને સાધનોને નજીકથી નિહાળવાની તક મળશે. ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ 32 સ્ટોલ ચેતક કમાન્ડર એવી ગોહિલે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ 32 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં ચેતક કમાન્ડોના આધુનિક શસ્ત્રોના 10 સ્ટોલ, સ્ટેટ BDSના 5, મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સના 5, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 5 અને અમરેલી જિલ્લા પોલીસના 5 સ્ટોલનો સમાવેશ થાય છે. યુવાનો અને વિદ્યાર્થીઓમાં શસ્ત્રો અંગે જાગૃતિ લાવવાનો હેતુ આ શસ્ત્ર પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અંગે માહિતી અને જાગૃતિ આપવાનો છે. નાગરિકોને પ્રદર્શનની મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘વિધ્વંશક’ અને AGL સહિતના આધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં પ્રદર્શનમાં ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક અત્યાધુનિક શસ્ત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. ચેતક કમાન્ડર એવી ગોહિલના જણાવ્યા મુજબ ‘વિધ્વંશક’ નામના શસ્ત્રની રેન્જ આશરે 2400 મીટર છે. આ ઉપરાંત AGL એટલે કે ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે, જેની રેન્જ આશરે 2000 મીટર હોવાનું જણાવાયું છે. AK-47, MP5, સ્નાઈપર અને ગ્લોક પિસ્તોલ પણ પ્રદર્શનમાં શસ્ત્ર પ્રદર્શનમાં કોર્નર ગન, સ્નાઈપર, AK-47, MP5 અને ગ્લોક પિસ્તોલ સહિતના આધુનિક શસ્ત્રો પણ મૂકવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનથી નાગરિકોને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતા સાધનો અને શસ્ત્રો વિશે માહિતી મેળવવાની તક મળી રહી છે. અમરેલીમાં ત્રણ દિવસ દેશભક્તિના વિવિધ કાર્યક્રમો અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આગામી ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. તિરંગા યાત્રા, પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં નાગરિકો ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટીમાં નોલેજ રિસોર્સ સમિતિની બેઠક યોજાઈ:લાઇબ્રેરી ડિજિટલાઇઝેશન, પ્લેગિયરિઝમ રિપોર્ટ, સંશોધન પત્રિકા એક્સેસ પર નિર્ણયો
    Next Article
    વેરાવળમાં તિરંગા યાત્રા: 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો પણ સહભાગી થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment