Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીમાં નોલેજ રિસોર્સ સમિતિની બેઠક યોજાઈ:લાઇબ્રેરી ડિજિટલાઇઝેશન, પ્લેગિયરિઝમ રિપોર્ટ, સંશોધન પત્રિકા એક્સેસ પર નિર્ણયો

    10 hours ago

    ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અને સ્ટેચ્યુટ હેઠળ નોલેજ રિસોર્સ સેન્ટરની નોલેજ રિસોર્સ સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં લાઇબ્રેરી વિભાગના વિકાસ, વાર્ષિક અહેવાલ અને સંશોધન પ્રવૃત્તિઓને આધુનિક બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. લાયબ્રેરી અધિકારી આર. પી. પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા પ્લેગિયરિઝમ અને શોધગંગા સંબંધિત કામગીરી સઘન બનાવવામાં આવી છે. PhDના સંશોધક વિદ્યાર્થીઓને પ્લેગિયરિઝમ રિપોર્ટ તે જ દિવસે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્ષ 2013 થી જુલાઈ 2026 સુધીના કુલ 1780 PhD થિસીસ શોધગંગા પોર્ટલ પર અપલોડ કરાયા છે. સંશોધન કાર્યમાં સરળતા માટે 'વન નેશન વન સબ્સ્ક્રિપ્શન' હેઠળ 30થી વધુ પબ્લિશર્સના જર્નલ્સનો એક્સેસ ઉપલબ્ધ કરાવાયો છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ આ રિસોર્સનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ સર્વર તૈયાર કરાયું છે. 870 લોકોને આઈડી-પાસવર્ડ ફાળવવામાં આવ્યા છે, જેનો છેલ્લા 6 મહિનામાં 3670 વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો છે. આગામી સમયમાં યુનિવર્સિટી લાઇબ્રેરીને સંપૂર્ણ ઓટોમેટેડ બનાવવા માટે KCG અને ગુજરાત સરકાર તરફથી મળેલ RFID ટેકનોલોજી આધારિત ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરાયું છે. ગ્રંથાલયનો ઉપયોગ વધારવા દર અઠવાડિયે દરેક વિભાગના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવાનું પણ આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના વિરપુરમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત:સતત વરસાદથી કાચું મકાન નબળું પડી જતાં હોનારત; આંગણામાં રમતા એક જ પરિવારના બે માસૂમ દટાયા
    Next Article
    અમરેલીમાં મંત્રી વેકરીયાના હસ્તે ત્રણ દિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું:ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ 32 સ્ટોલ, AK-47, MP5, સ્નાઈપર અને ગ્લોક પિસ્તોલ પણ પ્રદર્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment