Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટરનું પાણી હવે પીવાલાયક બનશે:STP પ્લાન્ટ્સ અદ્યતન કરાશે, રોજ 35 MLD શુદ્ધ પાણીથી જળસંકટ દૂર થશે

    1 week ago

    મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના ભૌગોલિક વિસ્તારમાં મોટો વધારો થયો છે. વિસ્તાર વધવાની સાથે જ શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીની માત્રામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ગંદા પાણીના નિકાલ અને તેના યોગ્ય વ્યવસ્થાપન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ગટરના ગંદા પાણીને એટલી હદે અતિ શુદ્ધ કરવામાં આવશે કે તે સીધું પીવાલાયક બની જશે. હાલ બે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત હાલમાં મહેસાણા શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શોભાસણ રોડ અને નાગલપુર ખાતે બે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જોકે, વર્તમાન સમયમાં આ પ્લાન્ટ્સમાં માત્ર 'સેકન્ડરી લેવલ'નું જ શુદ્ધિકરણ થાય છે. આ સેકન્ડરી લેવલના પાણીને સીધું તળાવમાં છોડી શકાતું નથી, જમીનમાં ઉતારી શકાતું નથી કે અન્ય કોઈ મોટા જળ સંચયના કામોમાં વાપરી શકાતું નથી. હાલમાં આ પાણીનો મર્યાદિત ઉપયોગ માત્ર બાંધકામ સાઇટ્સ પર અથવા મહાનગરપાલિકાના ટેન્કરો દ્વારા રોડની સફાઈ કરવા પૂરતો જ કરવામાં આવે છે. 'એસટીપી પ્લાન્ટ્સને અપગ્રેડ કરીને 'ટર્શરી લેવલ' સુધી લવાશે' પાણીના આ મર્યાદિત વપરાશને બદલે તેનો વ્યાપક અને સચોટ ઉપયોગ થઈ શકે તે માટે મહાનગરપાલિકા હવે નવો એક્શન પ્લાન લાવી રહી છે. આ અંગે વિગતો આપતા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દર્શન સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વિદેશોની તર્જ પર હવે મહેસાણાના તમામ એસટીપી પ્લાન્ટ્સને અપગ્રેડ કરીને 'ટર્શરી લેવલ' સુધી લઈ જવામાં આવશે. આ પ્રક્રિયા બાદ પાણી એટલું શુદ્ધ થઈ જશે કે તેનો ઉપયોગ પીવા માટે પણ થઈ શકશે. પાણીને જમીનમાં ઉતારીને વોટર ટેબલ રિચાર્જ કરી શકાશે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે હાલમાં અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેના ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ નવો પ્લાન્ટ કાર્યરત થતાં દૈનિક આશરે 30થી 35 એમએલડી જેટલું અતિ શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. આ પાણીને જમીનમાં ઉતારીને વોટર ટેબલ રિચાર્જ કરી શકાશે, તેમજ ખેતીકામ, ઔદ્યોગિક એકમો અને અન્ય સીધા વપરાશ માટે પણ મોટા પાયે ઉપયોગમાં લઈ શકાશે. મહાનગરપાલિકાના આ નિર્ણયથી ભવિષ્યમાં મહેસાણા શહેરમાં પાણીની અછતનો કાયમી ઉકેલ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:નાસીરનગરવાસીઓનો મ્યુ.કમિ.ના બંગલોએ હલ્લાબોલ, તમામની અટકાયત; કોંગ્રેસે કહ્યું-ગોળી મારી દો તો પણ ઉભા નહીં થઈ
    Next Article
    સુરેન્દ્રનગરની યુવતીને રૂ. 2 લાખની લગ્ન સહાય મળી:પાલક માતા-પિતા યોજના હેઠળ સરકાર તરફથી સહાય અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment