Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી તમન્ના સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ:કાફે સંચાલકને કહ્યું- '2 લાખ નહીં આપે તો તારો વીડિયો વાઈરલ કરીશ', ઈન્સ્ટા-ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ

    1 day ago

    વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થતું હોવાના દાવા સાથેનો વીડિયો વાઈરલ કરી ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ સામે 2 દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ. ફતેગંજના કાફે સંચાલકનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી 2 લાખ માગ્યાનો આક્ષેપ કરાયો. વ્યાજે પૈસા આપી ઉઘરાણી માટે ધમકી આપ્યાના કેસમાં તમન્ના સૈયદ અને તેનો પતિ હાલ પોલીસ રિમાન્ડ પર છે. ગુજરાતમાં કીર્તિ પટેલ બાદ હવે તમન્ના સૈયદના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. '2 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો નામ સાથે વીડિયો વાઈરલ થશે' વડોદરાના ફતેગંજમાં આવેલા લક્ષ્ય કોમ્પલેક્સમાં 'ઈનવિઝીબલ કાફે'ના સંચાલક મહમંદ ઝૈદ અયાઝ શેખે, તમન્ના સૈયદ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તમનન્ના સૈયદે થોડા દિવસ પહેલા એક વીડિયો બનાવી લક્ષ્ય કોમ્પલેક્સમાં આવેલા કાફેમાં ડ્રગ્સ વેચાતું હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ કાફે સંચાલકને ફોન કરી જો 2 લાખ રૂપિયા ન આપે તો કાફેના નામ સાથે વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. તમન્નાના પતિએ પણ ધમકી આપતા કહ્યું- 'પૈસા તૈયાર રખના વરના વાઈરલ હો જાયેંગા' ફરિયાદીએ કહ્યું કે, તમન્નાના પતિ સોહીલ સૈયદ પણ બોલતો હતો કે, 'ઉસકો ઠસા ઠસા વો દેગા પૈસે', તેણે પણ મને જણાવ્યું હતું કે,'તું પૈસા તૈયાર રખના વરના વાયરલ હો જાયેંગા',ધમકીથી હું ડરી ગયો હતો અને ગભરાઈ ગયો હતો.જેથી મે ફોન કાપી નાંખ્યો હતો. તમન્ના સૈયદના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ વેપારીઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપનાર તમન્ના સૈયદનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. થોડા સમયે પહેલા સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ કરી લોકોને ડરાવનાર કીર્તિ પટેલના એકાઉન્ટ પર પણ ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તમન્ના સૈયદ અને પતિ 7 દિવસના રિમાન્ડ પર પોલીસે આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી સોહિલ સૈયદનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સોહેલ વિરુદ્ધ શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, ધાડ, ગંભીર ગુનાના આરોપીને ભગાડવામાં મદદ કરવી, ઠગાઈ અને ધમકી સહિતના કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે. વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ વેચાણનો દાવો કરી તમન્ના ચર્ચામાં આવી તમન્ના સૈયદે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં વડોદરા શહેરના નિઝામપુરા, નવાયાર્ડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ, ગાંજો, કોકેઇન અને અન્ય નશાકારક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો દાવો કર્યો. સાથે જ આક્ષેપ કર્યો હતો કે આ પ્રવૃત્તિઓ કોઈપણ પ્રકારના ડર વગર ચાલી રહી છે. ફતેગંજ વિસ્તારને નશાકારક પદાર્થોના વેચાણનું મુખ્ય 'હબ' ગણાવ્યું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    'હું અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છું':જૂનાગઢમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન બાદ વૃદ્ધા કાયમી પથારીવશ થયા, વ્યાજે લઈ 11 લાખ ખર્ચ્યા; પરિવારનો આક્ષેપ​
    Next Article
    Syria's Ex-Ruler Assad Sentenced To Death For Crimes Against Humanity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment