Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરના અસરગ્રસ્તોના આવાસને લઈ વિવાદ વકર્યો:સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને બહિષ્કાર વચ્ચે SMC તંત્રએ રાતોરાત એકતરફી ડ્રો પતાવી દીધો

    17 hours ago

    સુરતના નાસીરનગર ડિમોલિશનના પીડિતો માટે આવાસ ફાળવણીના ડ્રો દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. હાઇકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા અને માંગણી મુજબના વિસ્તારોમાં આવાસ ન ફાળવાતા અસરગ્રસ્તો અને તેમના વકીલે ડ્રો સ્થળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ અસરગ્રસ્તો સ્થળ છોડીને જતા રહ્યા હતા, જેના પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમની ગેરહાજરીમાં જ ડ્રો પૂર્ણ કરી આવાસ ફાળવી દીધા હોવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સ્થળો બદલીને ડ્રો કરાતા વિવાદ વકર્યો અસરગ્રસ્તોના વકીલના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટમાં થયેલા એફિડેવિટ અને એકરારનામામાં જહાંગીરાબાદ સ્થિત 'સુમન વંદન' અને 'સુમન વાણી' આવાસ યોજના હેઠળ જગ્યા આપવાની વાત દર્શાવવામાં આવી હતી. તેમ છતાં પાલિકા દ્વારા આ બંને સ્થળોના બદલે ભેસ્તાન અને અડાજણ વિસ્તારના આવાસમાં ફાળવણી માટેનો ડ્રો કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો. ડ્રો પ્રક્રિયાનો બહિષ્કાર કરીને નીકળી ગયા કુલ 69 અસરગ્રસ્તો પૈકી 28 અસરગ્રસ્તો માટે ડ્રો રાખવામાં આવ્યો હતો, પરંતુ ભેસ્તાન આવાસની વાત સામે આવતા જ વકીલ અને પીડિતોએ વાંધો ઉઠાવ્યો હતો અને ડ્રો પ્રક્રિયાનો બહિષ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા હતા. અસરગ્રસ્તોની ગેરહાજરીમાં પાલિકા તંત્રએ વિડીયોગ્રાફી સાથે ડ્રો પ્રક્રિયા આટોપી લીધી હતી. 'વીડિયોગ્રાફી કરાવીને કાયદેસર રીતે ડ્રો પૂર્ણ કર્યો' સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાલાએ પાલિકાનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, અમે અસરગ્રસ્તોને નિયમ મુજબ આવાસ ફાળવવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓએ વિરોધ દર્શાવી ના પાડી દીધી હતી. ઉપરથી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અમે નિયમાનુસાર વીડિયોગ્રાફી કરાવીને કાયદેસર રીતે ડ્રો પૂર્ણ કરી લોકોને મકાન ફાળવી દીધા છે. જે લોકો હાજર ન રહ્યા તેમના ફોર્મમાં 'ના' દર્શાવીને પ્રક્રિયા પારદર્શક રીતે પૂરી કરવામાં આવી છે. આવાસ યોજના હેઠળ અન્ય સ્કીમમાં નવા મકાન આપી શકાય નહીં ચંદ્રશેખર આઝાદ બ્રિજ બન્યો ત્યારે આ સમગ્ર નાસીરનગર પટ્ટાની 13,234 ચોરસ મીટર જગ્યા પાલિકાએ આશરે ₹28.45 કરોડના ખર્ચે સંપાદિત કરી હતી. વર્ષ 2015-17 દરમિયાન પણ આ જ જગ્યાના 342 ઝૂંપડાધારકોને જેએનએનયુઆરએમ (JNNURM) સ્કીમ હેઠળ ભેસ્તાનમાં જ આવાસ ફાળવવામાં આવ્યા હતા. તેથી આ બાકી રહેલા અસરગ્રસ્તોને પણ એ જ જૂની પોલિસી અને સ્કીમ હેઠળ ભેસ્તાનમાં આવાસ આપવાનો નિયમ છે, તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અન્ય સ્કીમમાં નવા મકાન આપી શકાય નહીં. આ લોકોનો લાખો રૂપિયાનો વેરો પણ બાકી છે અને પાલિકાએ તમામ બાબતો હાઇકોર્ટ સમક્ષ સોગંદનામામાં સ્પષ્ટ રજૂ કરેલી છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ અસરગ્રસ્તો પોતાની માગણી પર અડગ રહીને કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાલિકા તંત્રે નિયમો અને સરકારી નીતિ મુજબ જ પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આ વિવાદ આગામી દિવસોમાં કોર્ટમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સિલવાસામાં મહિલા મોરચાએ પોલીસકર્મીઓને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની ઉજવણી કરી સન્માન વ્યક્ત કર્યું
    Next Article
    સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી ભારતમાં નહીં છપાય:પબ્લિશરે છાપવાની ના પાડી દીધી; લેખકનો એડિટોરિયલ ફેરફારોનો ઇનકાર, પેંગ્વિને હાથ અધ્ધર કરી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment