Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલવાસામાં મહિલા મોરચાએ પોલીસકર્મીઓને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની ઉજવણી કરી સન્માન વ્યક્ત કર્યું

    16 hours ago

    સિલવાસામાં દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ મહિલા મોરચાની ટીમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ટીમે સિલવાસા પોલીસ અને હેડક્વાર્ટર ખાતે પહોંચી પોલીસકર્મીઓને રાખડી બાંધી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મહિલા મોરચાના અધ્યક્ષ અને જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવરે સિલવાસાના એસપી સચિન યાદવને રાખડી બાંધી હતી. આ ઉપરાંત, સિલવાસા પોલીસ વિભાગના SHO શશિ કુમાર સિંહ અને PSIને પણ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહિલા મોરચાની આ પહેલનો ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન પણ સમાજની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસકર્મીઓ પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરવાનો હતો. આ ઉજવણીથી પોલીસકર્મીઓ અને મહિલા મોરચાની ટીમ વચ્ચે ભાઈ-બહેનના સ્નેહ અને આત્મીયતાનો ભાવ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ભાજપ મહિલા મોરચાએ સફાઈ કર્મીઓને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી સન્માનિત કર્યા
    Next Article
    નાસીરનગરના અસરગ્રસ્તોના આવાસને લઈ વિવાદ વકર્યો:સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને બહિષ્કાર વચ્ચે SMC તંત્રએ રાતોરાત એકતરફી ડ્રો પતાવી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment