Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામાં યુઝ્ડ વોટર મેનેજમેન્ટ મેનેજરની ટેકનિકલ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ:દૂષિત પાણીના શુદ્ધિકરણ અને પર્યાવરણ સુરક્ષા માટે STP મુલાકાત કરાવી પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન લેવાયા

    19 hours ago

    સ્વચ્છ ભારત મિશન હેઠળ પાટણ નગરપાલિકામાં યુઝ્ડ વોટર મેનેજમેન્ટ (UWM) મેનેજરની ટેકનિકલ જગ્યા ભરવા ખાસ ઇન્ટરવ્યૂ યોજાયા. પાટણ શહેરમાં ગટરના પાણીના નિકાલ અને પર્યાવરણની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે આ પ્રક્રિયા કરાઈ. 27માંથી 14 ઉમેદવારો હાજર રહ્યા. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, અગાઉ ઉમેદવારોને પદ વિશે ઓછી જાણકારી હોવાથી તેમને UWM, NGTના નિયમો અને ગટરના પાણીના વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન અપાયું. ઉમેદવારોને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની મુલાકાત કરાવી નવા પ્રોજેક્ટ્સ રજૂ કરવા કહેવાયું. નવા મેનેજરે દૂષિત પાણીને ટ્રીટ કરી તેનો ફરી ઉપયોગ થાય તે માટે કામ કરવાનું રહેશે. આનાથી અનટ્રીટેડ પાણી ખુલ્લી જગ્યામાં જતું અટકશે, જમીન અને પાણીનું પ્રદૂષણ ઘટશે. દુર્ગંધની સમસ્યા પણ ઓછી થશે. ભવિષ્યમાં ગટરના પાણીને પીવાલાયક બનાવવાની પણ વિચારણા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રાજપૂત સમાજે તલવાર રાસ રજૂ કર્યો:સાતમ પર્વે ભાઈ-બહેનોએ શૌર્ય અને નારીશક્તિનો અદભુત સંગમ દર્શાવ્યો
    Next Article
    મોરબીમાં દારૂ કટિંગ પહેલાં પોલીસનો દરોડો:5,616 દારૂ બોટલ, 4,608 બિયર ટીન અને 81.11 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ઝડપાયો, 12 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment