Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રાજપૂત સમાજે તલવાર રાસ રજૂ કર્યો:સાતમ પર્વે ભાઈ-બહેનોએ શૌર્ય અને નારીશક્તિનો અદભુત સંગમ દર્શાવ્યો

    18 hours ago

    ભરૂચમાં સાતમના પવિત્ર પર્વે રાજપૂત સમાજ દ્વારા 'તલવાર રાસ' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શૌર્ય, સ્વાભિમાન અને વીરતાની ગૌરવશાળી પરંપરા જોવા મળી. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ સંચાલિત શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિએ રાજપૂત છાત્રાલય ખાતે આ કાર્યક્રમ કર્યો. રાજપૂતાના રોર તલવારબાજી ગ્રુપના સહયોગથી 200 બહેનો અને 250 ભાઈઓ સહિત કુલ 450 લોકોએ તલવારબાજીના કરતબો રજૂ કર્યા. તલવાર સાથેના શિસ્તબદ્ધ કરતબોએ ઉપસ્થિતોમાં શૌર્યનો સંચાર કર્યો. બહેનોની મોટી સંખ્યામાં ભાગીદારીએ નારીશક્તિની ક્ષમતા અને પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજપૂત સમાજની શૌર્યગાથાઓ અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો હતો. યુવાનો અને નારીશક્તિને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનો સંદેશ પણ અપાયો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડબલ મર્ડર, દીકરાએ માતા અને નાના ભાઈને પતાવી દીધા:મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં બન્નેને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા
    Next Article
    પાટણ નગરપાલિકામાં યુઝ્ડ વોટર મેનેજમેન્ટ મેનેજરની ટેકનિકલ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ:દૂષિત પાણીના શુદ્ધિકરણ અને પર્યાવરણ સુરક્ષા માટે STP મુલાકાત કરાવી પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment