Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દારૂ કટિંગ પહેલાં પોલીસનો દરોડો:5,616 દારૂ બોટલ, 4,608 બિયર ટીન અને 81.11 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ઝડપાયો, 12 સામે ગુનો નોંધાયો

    20 hours ago

    મોરબીમાં દિવાળી પહેલાં દારૂના કટિંગ પહેલાં એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. વીસીપરા-અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠા નજીક ઈંટના ભઠ્ઠાની વાડીમાંથી ૮૧.૧૧ લાખ રૂપિયાનો વિદેશી દારૂ-બિયરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે ૫,૬૧૬ દારૂની બોટલ, ૪,૬૦૮ બિયર ટીન, ૨૮૦ બટાકા ભરેલી બોરીઓ, એક ટ્રક, ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી અને ચાર મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મોરબીના વીસીપરાના સંદીપ અગેચાણિયાની ધરપકડ થઈ છે. આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે થઈ હતી. કુલ ૧૨ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે, જેમાં ટ્રક ચાલક, રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચાણિયા અને અક્ષય બાબુભાઈ અગેચાણિયા સહિત અન્ય ફરાર આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકામાં યુઝ્ડ વોટર મેનેજમેન્ટ મેનેજરની ટેકનિકલ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ:દૂષિત પાણીના શુદ્ધિકરણ અને પર્યાવરણ સુરક્ષા માટે STP મુલાકાત કરાવી પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન લેવાયા
    Next Article
    Why Yuval Noah Harari Believes Humans Will Be The 'Cows Of The Future'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment