Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:કુતૂહલ : Storyની વાર્તા

    1 day ago

    દિવસ Storyમાં ઊગે અને Storyમાં આથમે! જીવનનું ધ્યેય માત્ર સ્ટોરી જ ન હોય! ક્યારેક એમ થાય કે સોશિયલ મીડિયા ન હોત તો પુસ્તકો અને આંખો વાંચવાનો કેટલો બધો સમય મળત? જેમને વાંચવું જ છે એમને તો સોશિયલ મીડિયાના સમયમાં પણ વાંચતા રહેવું ગમે જ છે. આમ તો, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોવા-વાંચવાનું જ હોય છે ને! પણ, આ મન... બધાંમાં વાંક મનનો જ આવે! ભૂલ પણ હૃદય જ કરે! આપણે તો દરેકમાં સાચા જ હોઈએ! દિવસ દરમિયાન કેટલી બધી વાર્તાઓમાં આપણે જાણે-અજાણે પરોવાઈ જતાં હોઈએ છીએ. એની પણ આખેઆખી Story જ હોય છે! ‘આંખ મારી ઊઘડે ત્યાં ઇન્સ્ટાગ્રામ દેખું!’, ‘દેખું!’ ના, સવારથી જ મનડાને પંચાતમાં પરોવું! સોનુ નિગમ ગાતો હોય એની reelને સાવ ઓછી Like અને Share મળે, પણ કસરત કરતો હોય તો લાખોમાં Reach મળે. એ Reachથી Rich થવાતું નથી! હા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રોજ કરોડપતિ થાય છે. બધાંને પહોંચવું છે પણ, ફોટો-Story-Reel મૂકીને! સવારે ઊઠતાંવેંત સ્ટોરી મૂકીએ પછી એ સ્ટોરીને બીજાએ કેટલી સંખ્યામાં જોઈ? એ પણ જોયા જ કરવાનું! ખરેખર તો આપણી Story સૌથી વધારે આપણે જ જોતાં હોઈએ છીએ. આપણા સિવાય આ વાત કોઈને ખબર નથી હોતી! - આ વાતની પણ એક Story થઈ જાય! ઘટેલી ઘટનાને ટ્વિસ્ટ કરીને મૂકવાથી reel બહુ જોવાય છે. વળી, આવું દરેકને નથી ફાવતું! શુદ્ધ સાહિત્યરસ, જીવનરસ પ્રામાણિકતાથી Post કરનારા દરેકને ખબર છે કે જે ચાલે છે એમાં બધું સોનું તો જવા દો પિત્તળ પણ નથી હોતું! સોશિયલ મીડિયાના માધ્યમનો સદઉપયોગ ખૂબ સારી રીતે થાય છે, પણ જોવાવાળા તો કાયમ કંઈક અલગ change માંગે છે. gymવાળા જેમ bodyને jerk આપે એવો ધક્કો ચાહે છે. આમાં સાચું મૂકવાવાળાને કોઈ ફરક નથી પડતો! ચાહક સુધી એનો સંવાહક પહોંચી જ જાય છે બસ, રસ્તામાં થોડાક ખાડાઓ ગાડીમાં વધારે ખખડે છે! ડમી નામથી like અને comment કરનારાને ખરેખર એમનાં એકાઉન્ટમાં જઈને તપાસીએ તો નાસીપાસ જ થઈ જવાય! ‘એન્જલપ્રિયા’નું મૂળ આપણી જ સોસાયટીના પાંચમા ઘરમાં રહેતા ભીખુકાકા નીકળે! આમાં reach અટકી જ જાય ને! જીવન મજા કરવા માટે છે પણ એકલું મજા કરવા માટે નથી - એની સમજણ પણ, આપણા જ એકાઉન્ટની અલ્ગોરિધમ પાસે છે. બે-ત્રણ સળંગ મોજ-મજાની Post કે Reel જોયાં પછી અલ્ગોરિધમ એક ખૂબ સચોટ Post કે Reel પણ બતાવે જ છે. જેને આપણે ટેરવાંથી ઉપર-નીચે કરીને આંખો સામે જ Ignore કરીએ છીએ. ભાગવત સાંભળવાની ઉંમરે ભીખુકાકા ‘એન્જલપ્રિયા’ બને તો અલ્ગોરિધમ અલગ જ પડે ને! કુતૂહલ માણસના મૂળમાં છે. ‘ડોકિયું’ બીજાના જીવનમાં કરીને જીવવાનો આનંદ માણસનો સાચો ગણવેશ છે. બીજાએ એવું શું મૂક્યું કે એની Post કે reelને લાખો લાઈક અને રાતોરાત ફોલોઅર્સ વધે છે! – એ જોવા-જાણવામાં પોતે જાતે પોતાની ખૂબીથી દૂર થઈ ગયો છે. ખરેખર તો સાચી Reel કે Postને એનું પોતાનું ઓડિયન્સ મળી જ જાય છે, પણ, બીજા કરતાં ઓછી likes ને share એના મનને દુઃખી કરે છે. રીલ બીજાની જુએ ત્યારે મનમાં ખાર રાખીને જુએ અને પોતાની રીલ કે Postની inside જુએ ત્યારે અશાંત મગજ એકદમ જ બેઠું થઈ જાય, ઉશ્કેરાઈ જાય. Story ચોવીસ કલાક પણ માંડ રહે છે. એના માટે આખો દિવસ મહેનત કરતા ઘણાય છે. અને કેટલાકને આખી વાતની ખબર છે એટલે સેકન્ડોમાં મોબાઈલથી Click કરીને Upload કરીને Instagram કે Facebookમાંથી બહાર નીકળી જાય છે. જોકે, સોશિયલ મીડિયાને કારણે કુતૂહલવૃત્તિ સંતોષાય છે. બાકી, કેટલાકનો આખો દિવસ વીતે કેમનો? વિજ્ઞાનની સરળતાએ પ્રશ્નો પણ ઊભા કર્યા છે અને જવાબો પણ આપ્યા જ છે. બસ, Story વધુને વધુ લોકો સુધી પહોંચવી જોઈએ! Insta અને Facebookની story જુદી હોય! YouTubeના shorts જુદા હોય. statusની story પણ જુદી જ હોય. કેટલાકની Story ભગવાનનું મંદિર હોય, કેટલાકની story જમવાની ડિશ હોય, કેટલાકની story ભગ્ન હૃદયનું મંદિર જ હોય, કેટલાકની story કોકટેલ હોય. 5-6 સેકન્ડોમાં તો story આગળ-પાછળ થઈ જાય. વાર્તા એટલે બે માણસની વાત ત્રીજી વ્યક્તિએ ચોથી વ્યક્તિને સંભળાવવી તે. હવે એ વાર્તા અને Story બંને એકબીજાની સ્વતંત્રતા જોડે છેડછાડ કરે છે. મારી વાત પણ Story જેવી લાગે તો એમાં પણ રોજબરોજની વાર્તા જ છે. ઓન ધ બીટ્સ સ્ટોરીમાં મેન્શન કરે એ નહીં, પણ જે આપણી ગેરહાજરીમાં ટેન્શન કરે એ સાચો મિત્ર. (Instagramની Storyમાંથી)
    Click here to Read More
    Previous Article
    રેઈનબો:અર્નેસ્ટ હેમિંગ્વે: પીડાના પહાડમાંથી ફૂટતો શબ્દોનો ધોધ
    Next Article
    ગતકડું:કાગળિયાંની ગાડી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment