Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાત પ્રાથમિક શાળામાં અત્યાધુનિક STEM લેબ શરૂ:Secureworks-SOPHOS કંપનીના સહયોગથી 1000થી વધુ બાળકોને લાભ

    13 hours ago

    અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની ભાત પ્રાથમિક શાળામાં ગુરુવાર, 30 એપ્રિલ, 2026ના રોજ અત્યાધુનિક INNOVATION STEM લેબ (સાયન્સ લેબ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. Secureworks - SOPHOS કંપનીના સહયોગથી આ લેબ તૈયાર કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ જિલ્લા પંચાયતની કાસીન્દ્રા સીટના નવનિયુક્ત સદસ્ય મેલાજી ઠાકોર, ભાત તાલુકા પંચાયત સીટના નવનિયુક્ત સદસ્ય રિધ્ધીબેન ધવલભાઈ પટેલ અને SOPHOS કંપનીના ડિરેક્ટર તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાતની સરકારી શાળાના બાળકો માટે આ અત્યાધુનિક સ્ટેમ લેબ ખુલ્લી મૂકી. આશરે 8 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આ વિજ્ઞાન લેબ દ્વારા ભાત ગામની તમામ શાળાઓના કુલ 1000થી વધુ બાળકોને લાભ મળશે. આ STEM વિજ્ઞાન લેબના નિર્માણથી સરકારી શાળાના બાળકો એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે ભાત ગામના સરપંચ મહેન્દ્રભાઈ ઠાકોર, ઉપસરપંચ પ્રતાપજી ઠાકોર, દસક્રોઈ મંડળ ભાજપના રવિભાઈ ઠાકોર અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે SOPHOS કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી:હરેકૃષ્ણ મૂવમેન્ટ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે કરાઈ
    Next Article
    70 સિનિયર સિટીઝને ગીત-સંગીત સાથે આનંદ માણ્યો:રાહી ફાઉન્ડેશનના 'વડીલોનું વૃંદાવન'નો પ્રથમ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment