Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના બે મહત્તવના નિર્ણય:મેદાન વગરની 70 સ્કૂલમાં ધાબા પર ધ્વજવંદન પર રોક, સીધી ભરતીમાં માજી સૈનિકોને મળશે અનામત

    1 day ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે બે અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં સુમન સ્કૂલમાં અગાસી પર કરંટ લાગવાથી વિદ્યાર્થીના થયેલા દુઃખદ અવસાન બાદ 15મી ઓગસ્ટે ધાબા પર ધ્વજવંદન કરવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, પાલિકાની સીધી ભરતીમાં માજી સૈનિકોને રાજ્ય સરકારની નીતિ મુજબ અનામત આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. શાળાના ધાબા પર ધ્વજવંદન કરવા સામે પ્રતિબંધ સુમન સ્કૂલની દુઃખદ ઘટના બાદ બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ નિર્ણયની જાહેરાત કરી છે. શિક્ષણ સમિતિની 350 પૈકી મેદાનવિહોણી 70 શાળાઓ અત્યાર સુધી અગાસી પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતી હતી. હવેથી આવી શાળાઓને અગાસી પર કાર્યક્રમ યોજવાને બદલે નજીકની મેદાન ધરાવતી શાળામાં કે મનપાના મુખ્ય આયોજનમાં સામેલ થવા આદેશ કરાયો છે. મનપાની સીધી ભરતીમાં માજી સૈનિકોને અનામતની દરખાસ્ત ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 22 જાન્યુઆરી 2018ના નોટિફિકેશન અને હાઈકોર્ટના નિર્દેશોને આધારે સુરત પાલિકાએ કાયમી ભરતીઓમાં માજી સૈનિકોને અનામત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. વર્ગ-1 અને વર્ગ-2 માટે 1% અનામત, વર્ગ-3 માટે 10% અનામત અને વર્ગ-4 માટે 20% અનામતની જોગવાઈ લાગુ થશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની આખરી મંજૂરી બાદ અમલમાં આવશે. સાથે જ ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા અનામતના નિયમોમાં થનારા ફેરફારોનો અમલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક સમસ્યા મુદ્દે AMC કમિશનરનું કડક વલણ:નાગરિકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરો નહીં તો દંડ કરો, ઈલેક્ટ્રીક વિભાગના કામોની દરખાસ્તને લઈને વિવાદ
    Next Article
    કુંભારવાડા-આડોડીયાવાસના શખ્સોએ ફ્રોડના નાણાં સગેવગે કર્યા:આરોપી સિદ્ધાંત રાઠોડ ₹11.52 કરોડ અને મહિપત બારૈયા ₹6 લાખ ઉપાડી લીધા, બંને સામે સાયબર પોલીસમાં ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment