Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી:હરેકૃષ્ણ મૂવમેન્ટ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે કરાઈ

    11 hours ago

    વડોદરામાં હરેકૃષ્ણ મૂવમેન્ટ દ્વારા 30 એપ્રિલ, 2026ના રોજ ભગવાન શ્રી નરસિંહ દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રી નરસિંહ ચતુર્દશી મહોત્સવની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ અવસરે ભક્તોએ સાંજ સુધી ઉપવાસ રાખીને ભગવાન પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. શાસ્ત્રો અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે અર્ધ સિંહ અને અર્ધ માનવ સ્વરૂપે નરસિંહ દેવ તરીકે અવતાર ધારણ કર્યો હતો. તેમણે હિરણ્યકશિપુનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી હતી. મહોત્સવ દરમિયાન ભક્તોએ ભગવાન શ્રી નરસિંહ દેવના પવિત્ર નામનું સંકીર્તન કરીને વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું. ત્યારબાદ 'શ્રી નરસિંહ યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયો હતો. હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરાના સહયોગી ઉપપ્રમુખ શ્રીમાન પ્રતાપરુદ્ર પ્રભુજી દ્વારા ભગવાન શ્રી નરસિંહ દેવના મહિમા અને લીલાઓ પર પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન ભવ્ય મહા આરતી સાથે કરવામાં આવ્યું, જેમાં તમામ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લઈને સમગ્ર વાતાવરણને ભક્તિરસથી ભરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    Airport of the future? Tokyo set to test humanoid robots for ground operations
    Next Article
    ભાત પ્રાથમિક શાળામાં અત્યાધુનિક STEM લેબ શરૂ:Secureworks-SOPHOS કંપનીના સહયોગથી 1000થી વધુ બાળકોને લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment