Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં STCL રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે:IPLના પૂર્વ ખેલાડીઓ હાજરી આપશે, યુવા પ્રતિભાઓને તક મળશે

    15 hours ago

    વાપીમાં રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સાંઈ મેઘપન સ્પોર્ટ્સ એકેડમી ખાતે STCL (સલૂટ તિરંગા ક્રિકેટ લીગ) દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોના 16 થી 28 વર્ષના યુવાનો ભાગ લેશે. સલૂટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને STCLના ચેરમેન રાજેશ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં આસામ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મુંબઈ, દિલ્હી અને યજમાન ગુજરાત સહિત 7 રાજ્યોની ટીમો ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દેશના ખૂણેખૂણેથી છુપાયેલી ક્રિકેટ પ્રતિભાઓને બહાર લાવવાનો છે.આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર ચેતન શર્મા ખાસ હાજરી આપશે. પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલ પણ યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ કલાકારો અને મુંબઈના જાણીતા અભિનેતા-અભિનેત્રીઓ પણ ફાઈનલ મેચમાં હાજર રહેશે.આયોજકો દ્વારા બહારથી આવતા ખેલાડીઓ માટે રહેવા, જમવા, એસી બસ, સ્પોર્ટ્સ કિટ અને શૂઝ જેવી તમામ સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવશે. ટુર્નામેન્ટના અંતે વિજેતાઓને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે.STCLના ચેરમેન રાજેશ ઝાએ જણાવ્યું હતું કે, "આપણો ઉદ્દેશ્ય ચીન અને અમેરિકાની જેમ ઓલિમ્પિકમાં 90% મેડલ લાવવા જેવો છે. જો ક્રિકેટ પ્રત્યેનો આ જુસ્સો જળવાઈ રહેશે તો ભારત આગામી સમયમાં વિશ્વ સ્તરે 90% ફાઈનલ જીતશે."ટુર્નામેન્ટને વધુ વ્યાપક બનાવવા માટે આગામી સત્રમાં દરેક ટીમમાં 2 રણજી ટ્રોફીના ખેલાડીઓ અને 1 સેલિબ્રિટી ક્રિકેટરને સામેલ કરવાનું આયોજન છે. STCLની ટીમ વાપીની ધરતી પરથી રમતગમતની એક નવી ક્રાંતિ શરૂ કરવા માટે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારના ખુલ્લા પ્લોટમાં LCBનો દરોડો:બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાના ગોરખધંધાનો પર્દાફાશઓઈલ ભરવાનું મશીન, સ્ટીકર, ઢાંકણા અને લુઝ ઓઈલ સહિત રૂ.1,68,920 નો મુદામાલ જપ્ત.
    Next Article
    પાટણ તાલુકામાં ઉમિયા રથ પરિભ્રમણ સંપન્ન:હવે ચાણસ્મામાં પ્રારંભ, જાસપુરમાં મંદિર નિર્માણ પ્રગતિમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment