Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારના ખુલ્લા પ્લોટમાં LCBનો દરોડો:બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાના ગોરખધંધાનો પર્દાફાશઓઈલ ભરવાનું મશીન, સ્ટીકર, ઢાંકણા અને લુઝ ઓઈલ સહિત રૂ.1,68,920 નો મુદામાલ જપ્ત.

    13 hours ago

    ભાવનગરમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં ચાલતા બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો જેમાં જુદી જુદી કંપનીના ઓઈલ, સ્ટીકર, ઢાંકણા અને ઓઈલ ભરવાના મશીન સહિત 1.68.920 નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એલસીબી ની રેડ દરમિયાન બે શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યા હતા. આ અંગે એલસીબી કચેરીથી મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે, અમીત બચુભાઈ દવે તથા નિકુંજ શાંતિભાઈ બારૈયા રહે. બંને બાનુબેનની વાડી, પીપર ચોક સામે, કુંભારવાડા, ભાવનગર માં આવેલ પોતાના કબજા ભોગવટાના પ્લોટમાં ગેરકાયદેસર રીતે લુઝ ઓઈલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઈલ બનાવી વેચાણ કરતા હોવાની અને હાલ તેની પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં અમીતભાઈ બચુભાઈ દવે ઉ.વ.43 રહે.બારસો મહાદેવની વાડી, શિલ્પીનગરની પાછળ, કાળાનાળા, ભાવનગર, નિકુંજભાઈ શાંતિલાલ બારૈયા ઉ.વ.37 રહે.શક્તિનગર, ટોપથ્રી સર્કલ પાસે, ભાવનગર હાજર મળી આવ્યા હતા. જ્યારે તપાસ કરતા તેના કબજામાંથી જુદી જુદી કંપનીના પ્લાસ્ટીકની ઢાંકણા વગરની ખાલી બોટલ નંગ-1861, એન્જીન ઓઈલની બોટલ રાખવાના પુઠાના ખાલી ખોખા 159 નંગ, પ્લાસ્ટીકના ઢાંકણાઓ ભરેલ કંતાનના કોથળાઓ 9 નંગ, HONDA, HERO, B, BAJAJ, Castrol, વિગેરે કંપનીના સીલ્વર ક્લરના બોટલ પર મારવાના સીલ, ઈન્કજેટ થર્મલ પ્રિન્ટર, બોટલના ઢાંકણા સીલ કરવાનુ નાનુ યુનિટ, SERVO ૪T GREEN 20 W -40 લખેલ 900 MLની ઓઈલ ભરેલ બોટલ 20 નંગ, HERO GENUINE YT PLUS Synthetic Engine Oil 900 MLની ઓઈલ ભરેલ બોટલ 40 નંગ, HERO GENUINE XT PLUS Synthetic Engine Oil 800 ML ની ઓઇલ ભરેલ બોટલ 40 , PRO HONDA GENUINE Lubes Chemicals 800 MLની ઓઇલ ભરેલ બોટલ 7 નંગ, SERVO PRIDE TC 15w40 PREMIUM DIESEL ENGINE OIL 7.5 લીટરની ભરેલ ડોલ તથા ખાલી ડોલ 17 નંગ, TAFE MILES Classic The Gen Next TGO લખેલ 8.5 લીટરની ભરેલ ડોલ તથા ખાલી ડોલ 8 નંગ , TORQ-GARD ENGINE OIL લખેલ 8.5 લીટરની ડોલ 6 નંગ તથા ખાલી ડોલ 93 નંગ, TAFE MILES Royal The Gen Next TGO લખેલ 8.5 લીટરની ખાલી ડોલ 50 નંગ, TGO PLUS TRACTOR ENGINE OIL લખેલ 9 લિટરની ખાલી ડોલ 38 નંગ, Mahindra M- Star Super Mahindra Genuine ENGINE OIL 7.5 લીટરની ભરેલી ડોલ 2 નંગ તથા ખાલી ડોલ 34 નંગ, સૈલો ટેપ 9 નંગ, કલરની બોટલ, અલગ-અલગ કંપનીના સ્ટીકર્સ 838, બોટલમાં ઓઈલ ભરવાનુ મશીન, લુઝ ઓઇલ ભરેલ લોખંડના બેરલ 2 નંગ તથા બેરણ 2 નંગ મળી કુલ કિ.રૂ.1,68,920 નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કર્યો હતો. એલસીબીની તપાસ દરમિયાન બન્ને શખસો બહારથી લુઝ ઓઈલ મંગાવીને ઈલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી 900 ML લુઝ ઓઈલ બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલ તરીકે વેચાણ કરતા હોવાનુ જાણવા મળ્યુ હતું. જ્યારે બનાવ અંગે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં LCB પીઆઈ વાળાએ જણાવ્યુ હતું કે, હાલ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવામાં આવી છે. તમામ સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો:ઉના દલિતકાંડમાં 10 વર્ષ બાદ ચૂકાદો, મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ, એક સગીર અને એક મહિલાનો આપઘાત
    Next Article
    વાપીમાં STCL રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે:IPLના પૂર્વ ખેલાડીઓ હાજરી આપશે, યુવા પ્રતિભાઓને તક મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment