Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ તાલુકામાં ઉમિયા રથ પરિભ્રમણ સંપન્ન:હવે ચાણસ્મામાં પ્રારંભ, જાસપુરમાં મંદિર નિર્માણ પ્રગતિમાં

    2 days ago

    પાટણ તાલુકાના 16 ગામોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીના રથ પરિભ્રમણનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ ધાર્મિક પ્રવાસ બાદ હવે રથ આજથી ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. પાટણ તાલુકામાં અંતિમ દિવસે માંડોતરી, રૂની, હાજીપુર અને કમલીવાડા ખાતે આરતી અને પાલખી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં રથ પરિભ્રમણનો પ્રારંભ મીઠી વાવડી, ખીમીયાણા અને મેમદપુરથી થયો હતો, જે ગજા ગામે પહોંચ્યો હતો. બીજા દિવસે નોરતા, અંબાપુરા, રણુજ અને ડાભડી ગામમાં પરિભ્રમણ યોજાયું હતું. આ ઉપરાંત માતપુર, વિસલવાસણા, કણી અને ધારપુર ગામના ભક્તોએ પણ માતાજીના રથના દર્શન કર્યા હતા. પાટણ તાલુકાનું ભ્રમણ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં પાટણ શહેરના પાટીદાર વિસ્તારોમાં પણ રથ પરિભ્રમણ કરશે. આ સમગ્ર આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના જાસપુર ખાતે આવેલી આ સામાજિક અને ધાર્મિક સંસ્થા કડવા પાટીદાર સમાજની એકતા માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા જાસપુર ખાતે 60 એકર જમીનમાં જગતજનની મા ઉમિયાનું 504 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી ઊંચું મંદિર નિર્માણ પામી રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. જેમાં 'ઉમા શિક્ષણ સહાય યોજના' હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક મદદ, GPSC અને UPSCની તૈયારી માટે સિવિલ સર્વિસ ઇન્સ્ટિટ્યુટ, તેમજ 'ઉમા લગ્ન સંસ્કાર યોજના' હેઠળ રાહતદરે લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, સંસ્થા મહિલા સશક્તિકરણ, આરોગ્ય સહાય, રમતગમત અને રોજગારી લક્ષી અભિયાનો પણ ચલાવે છે. અમદાવાદના જાસપુર રોડ પર આવેલું મુખ્ય કાર્યાલય આ તમામ કાર્યોનું સંચાલન કરે છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં STCL રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે:IPLના પૂર્વ ખેલાડીઓ હાજરી આપશે, યુવા પ્રતિભાઓને તક મળશે
    Next Article
    CM શનિવારે રાજકોટ આવે તેવી શક્યતા:રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવા તૈયારીઓ શરૂ, CMOમાંથી સત્તાવાર પુષ્ટિની જોવાતી રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment