Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી

    22 hours ago

    રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી AC સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે AC સીટર બસનો પ્રારંભ રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની પ્રિમિયમ બસ સેવા અંતર્ગત વોલ્વો બસ ચાલી રહી છે. હવે તેમાં એસી સીટર બસનો ઉમેરો થયો છે. આજથી એસી સીટર બસનો પ્રારંભ કરાયો છે. જેનું ભાડુ વોલ્વો બસ કરતા ઓછું રહેશે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસના સ્ટીયરીંગ પર હાથ અજમાવ્યો એસી સીટર બસના પ્રારંભ સમયે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર હાલ 4 વોલ્વો બસ છે અને હવે એસી સીટર બસ શરૂ થઈ છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે. ગાંધીનગરથી સવારે 7-30 કલાકે અને રાજકોટથી બપોરે 4 કલાકે બસ ઉપડશે રાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ - ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ - ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે. વોલ્વોની સરખામણીએ એસી સીટર બસનું ભાડું ઓછું જ્યારે આ બસમાં મુસાફરી કરતી યુવતી જીલે જણાવ્યું હતું કે હું અમદાવાદમાં જોબ કરું છું અને રાજકોટ છે ઘણીવાર અમદાવાદ એસટી બસમાં જાઉં છું મને ખ્યાલ ન હતો કે આ પ્રથમ એસી સીટર બસ છે. જોકે બુકિંગ કરાવતા માલૂમ પડ્યું કે વોલ્વો કરતા આ બસનું ભાડું ઓછું છે. રાજકોટથી અમદાવાદ વોલ્વો બસનું ભાડું રૂ.562 છે. જ્યારે આ એસી સીટર બસનું અમદાવાદ સુધીનું ભાડું રૂ.399 છે. જેથી રૂ.163 નો ફાયદો થાય તેમ છે. સૌરાષ્ટ્ર માટે અલગ ઈન્કવાયરી બારીનો પ્રારંભ કરાયો રાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના લોકો અને પદાધિકારીઓની માંગણી હતી કે, રાજકોટથી ગાંધીનગરની સાંજની એસી સીટર બસ શરૂ કરવામાં આવે. જેથી આ બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને શનિ - રવિવારે કે અન્ય કોઈ દિવસે ગાંધીનગર સાંજના સમયે જવું હોય તો તેઓ જઈ શકશે. આ સાથે જ રાજકોટનું હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે અલગ ઇન્ક્વાયરી બારી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજકોટ સેન્ટ્રલ બસપોર્ટ ખાતે 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. જેની ઇન્કવાયરી ઓફિસ પ્લેટફોર્મ નં.1/2 ની સામે સંયુક્ત રીતે કાર્યરત હોવાથી પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી મુસાફરી કરતા મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નં.1/2 સુધી આવવું પડતું હતુ. જેના કારણે મુસાફરોને અસુવિધા અનુભવાતી હતી. આ મુસાફરોની અગવડતા દૂર કરવા હેતુસર હવે પ્લેટફોર્મ નં. 17ની સામે અલાયદી પૂછપરછ બારી ઉભી કરવામાં આવી છે. આ નવી પૂછપરછ બારી ઉપર પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી ચાલતી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાઓ જેમ કે અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા, ઝાલોદ, મંડોર, પીટોલ વગેરે સ્થળોની કુલ આશરે 650 ટ્રિપની ઇન્કવાયરી થવા પામશે. આ વ્યવસ્થાના અમલથી મુસાફરોને પડતી અસુવિધા દૂર થવા પામશે.
    Click here to Read More
    Previous Article
    નાગરિકો પોતાની ફરિયાદ CMને કરી શકશે:ગાંધીનગરમાં 22 જાન્યુઆરીએ રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
    Next Article
    ઝીરો સેલરી લઈને સૌથી અમીર પાર્ટી સંભાળશે નીતિન નબીન:એકાઉન્ટમાં 10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment