Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ગોર ખીજડીયામાં ST બસ અનિયમિત હોવાનો આરોપ:પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી, બસો નિયમિત કરવા ગ્રામ પંચાયતની ST ડેપો મેનેજરને લેખિત રજૂઆત

    9 hours ago

    મોરબી તાલુકાના ગોર ખીજડીયા અને શારદાનગર ગામના વિદ્યાર્થીઓને એસ.ટી. બસોની અનિયમિતતાને કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. શાળા-કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ બસ પર આધાર રાખે છે. બસોના સમયપત્રક અનિશ્ચિત હોવાથી તેમના આવવા-જવામાં તકલીફ થાય છે. આના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ગોર ખીજડીયા ગ્રામ પંચાયતે મોરબી એસ.ટી. ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં કહેવાયું છે કે ‘શારદાનગર-મોરબી’ રૂટની બસ અનિયમિત ચાલે છે. તેનો સમય શાળા-કોલેજના સમય પ્રમાણે ગોઠવવામાં આવે. આ ઉપરાંત, ‘માળિયા-મોરબી’ રૂટની સવારે 11 વાગ્યાની બસનું પણ યોગ્ય આયોજન કરાય. જેથી તે બપોરે 12 વાગ્યે મોરબી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. સરપંચ ગૌતમભાઈ મોરડીયા અને ગ્રામજનોએ વિદ્યાર્થીઓના ભલા માટે એસ.ટી. તંત્રને બસોનું સમયપત્રક યોગ્ય રીતે ગોઠવી બસ સેવા નિયમિત કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામ્બુઆમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન:કિંમતી સામાન ન મળતાં ચાંદીની મૂર્તિ ચોરી, CCTV ફૂટેજને આધારે તપાસ શરૂ
    Next Article
    AMC આરોગ્ય વિભાગનું ‘દીવા તળે અંધારું’:51 વિસ્તારોમાં ડેન્ગ્યુના હોટસ્પોટ જાહેર કર્યા, કેસો વધ્યાં છતાં ફોગિંગ-દવાના છંટકાવનો અભાવ; માત્ર કન્સ્ટ્રક્શન સાઇટો સીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment