Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ યુવાનો બેસી રહ્યા'ને દીપડો ગલૂડિયાને ઉઠાવી ગયો, CCTV:દીપડાને જોતા જ યુવકો ફફડી ઉઠ્યા, જૂનાગઢના ભવનાથનો બનાવ

    9 hours ago

    ​ગિરનાર જંગલના હિંસક પ્રાણીઓનો વસવાટ હવે ધીમે-ધીમે ભવનાથના રહેઠાણ વિસ્તાર તરફ વળી રહ્યો છે, જે લોકપ્રશ્ન બન્યો છે. તાજેતરમાં ભવનાથ ક્ષેત્રમાં આવેલા પ્રેરણા ધામની ઓફિસ બહાર કેટલાક લોકો બેઠા હતા, ત્યારે અચાનક જ એક દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો અને ગલુડિયા પર હુમલો કરી દીધો હતો. દીપડો ગલુડિયાનો શિકાર કરીને માત્ર સેકન્ડોમાં જ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્રણ યુવકોની બે ફૂટ નજીકથી જ ગલૂડિયાનો શિકાર કર્યો ​આ અચાનક બનેલી હુમલાની ઘટનાથી પ્રેરણા ધામમાં ઓફિસ બહાર બેઠેલા તમામ લોકો એકદમ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આસપાસ ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડા દ્વારા ગલુડિયાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સીસીટીવી વાયરલ થતા સ્થાનિકોમાં ડરનો માહોલ ​અગાઉ પણ અનેક વખત ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર જંગલમાંથી સિંહો ખુલ્લેઆમ રોડ પર આવી ચડ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. પ્રેરણાધામની ઓફિસ બહાર લોકોની સાવ નજીક દીપડાએ આવીને હુમલો કરતા હાલ સ્થાનિક રહીશો અને નાગરિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે જરૂરી કામગીરી અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ સિંહ હાથવેંત હતો ને બાઇક બંધ પડ્યું, ધબકારા વધારતો VIDEO ગીર સોમનાથ જિલ્લાના મધ્ય ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વનું અદભુત દૃશ્ય જોવા મળ્યું છે. ગીર જંગલના છોડવડીથી દલખાણિયા તરફના રસ્તા પર ઘાસ વચ્ચેથી અચાનક એક સિંહ રસ્તા પર આવી ચડ્યો હતો. આ દરમિયાન સામેથી બે બાઈકસવારો પસાર થઈ રહ્યા હતા. એક બાઈકસવાર સિંહની નજીકથી પસાર થઈ ગયો હતો, પરંતુ બીજા બાઈકસવારના પરસેવા છૂટી ગયા હતા જ્યારે સિંહ તેની નજીક પહોંચતા જ તેનું બાઈક અચાનક બંધ પડી ગયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Visa Enables Round-the-Clock USDC Funding for Global Payments
    Next Article
    બોટાદમાં લક્ષ્મી-ગીરીરાજ સોસાયટીના નવરાત્રી મહોત્સવ:નીતિન પાંદરી, પૂજાબેન શાહ સહિતના કોર્પોરેટરોએ હાજરી આપી, રાસ-ગરબાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment