Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC આરોગ્ય વિભાગનું ‘દીવા તળે અંધારું’:51 વિસ્તારોમાં ડેન્ગ્યુના હોટસ્પોટ જાહેર કર્યા, કેસો વધ્યાં છતાં ફોગિંગ-દવાના છંટકાવનો અભાવ; માત્ર કન્સ્ટ્રક્શન સાઇટો સીલ કરી

    9 hours ago

    શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાના અહેવાલો વચ્ચે AMC આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગોતા, અમરાઈવાડી, હાટકેશ્વર અને ભાઈપુરા સહિતના 51 વિસ્તારોને ડેન્ગ્યુના હાઈરિસ્ક હોટસ્પોટ જાહેર કરાયા હોવા છતાં સ્થળ પર દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરતી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 51 વિસ્તારોમાં ડેન્ગ્યુના હોટસ્પોટ, છતાં કામગીરીનો અભાવ ચોમાસામાં વરસાદ બાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી રહી હોવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 51 જેટલા વિસ્તારોને ડેન્ગ્યુના હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. જોકે, હાઈરિસ્ક વિસ્તારોમાં રોગચાળો અટકાવવા માટે જરૂરી દવાના પાવડરનો છંટકાવ અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગોતા-વસંતનગરમાં ગંદકી વચ્ચે પણ દવાનો છંટકાવ નહીં ગોતા હાઉસિંગથી વસંતનગર વિસ્તાર, ચામુંડા ચોક તથા આસપાસના વિસ્તારોમાં ગંદકી અને પાણી ભરાયેલા હોવા છતાં દવાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ન હોવાનો દાવો છે. વરસાદ બંધ થયા બાદ મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ફોગિંગ તેમજ દવાનો છંટકાવ જરૂરી હોવા છતાં કામગીરીના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાઈપુરા-હાટકેશ્વર-અમરાઈવાડીમાં પણ મચ્છરોનો ઉપદ્રવ પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા, હાટકેશ્વર અને અમરાઈવાડી સહિતના વિસ્તારોને પણ હાઈરિસ્ક ગણવામાં આવ્યા છે. તેમ છતાં અહીં ફોગિંગ અને દવાના છંટકાવની કામગીરી ન થઈ હોવાના આક્ષેપો છે. બીજી તરફ, AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકિંગ કરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો રોકવા માટેની મેદાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. એસી ઓફિસમાં બેઠકો, મેદાનમાં કામગીરીનો અભાવ હોવાનો આક્ષેપ ચોમાસા દરમિયાન વરસાદ બંધ થયા બાદ બે-ત્રણ દિવસમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગિંગ કરવાની કામગીરી જરૂરી બને છે. સફાઈ કામગીરી બાદ દવાનો છંટકાવ કરવાનો પણ નિયમ છે. જોકે, અધિકારીઓ દ્વારા બ્રિડિંગ સાઇટ શોધવા અંગે સૂચનાઓ આપવામાં આવી રહી હોવા છતાં વાસ્તવિક સ્થળ પર પૂરતી કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેસો વધ્યા છતાં કોઈ ટીમ પહોંચી નહીં - સ્થાનિકોનો આક્ષેપ ભાઈપુરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગના રહેવાસી શૈલેષભાઈ માંડલિયાના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, પરંતુ AMC તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નાના બાળકો પણ બીમાર પડી રહ્યા છે અને ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવા છતાં દવાનો છંટકાવ કરવા માટે કોઈ ટીમ પહોંચી નથી. પાણી ભરાયેલા ખાડાઓથી મચ્છરોનો ત્રાસ સ્થાનિક રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં અનેક જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાયેલું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરોની સંખ્યા ઘટી શકે તેમ હોવા છતાં કામગીરી માટે કોઈ આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર વર્ષે મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણ માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચ અને કોન્ટ્રાક્ટની કામગીરી વચ્ચે હાલની સ્થિતિએ AMC આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના ગોર ખીજડીયામાં ST બસ અનિયમિત હોવાનો આરોપ:પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી, બસો નિયમિત કરવા ગ્રામ પંચાયતની ST ડેપો મેનેજરને લેખિત રજૂઆત
    Next Article
    પાટણ યુનિવર્સિટીમાં જેન્ડર સેન્સિટાઇઝેશન અને ન્યુટ્રિશન પર કાર્યશાળા યોજાઈ:વાઇસ ચાન્સેલર કે. સી. પોરિયાએ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારીઓ પર ભાર મૂક્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment