Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિવર્સિટીમાં જેન્ડર સેન્સિટાઇઝેશન અને ન્યુટ્રિશન પર કાર્યશાળા યોજાઈ:વાઇસ ચાન્સેલર કે. સી. પોરિયાએ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારીઓ પર ભાર મૂક્યો.

    9 hours ago

    કાર્યક્રમની શરૂઆતમાં સેતુ પ્રોગ્રામના નોડલ ઓફિસર અને કન્વીનર કોકિલા એ. પરમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ રજિસ્ટ્રાર આર. એન. દેસાઈએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. વાઇસ ચાન્સેલર કે. સી. પોરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 21 વર્ષની ઉંમરે માતા-પિતાનો પ્રેમ અને ઘર છોડવાના નિર્ણયો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પરિવારમાં પોતાના પ્રશ્નો માતા, ભાભી કે માસી સમક્ષ રજૂ કરવા જોઈએ, કારણ કે એક ખોટું પગલું આખા પરિવારના સપના તોડી શકે છે. તેમણે યુવાનોમાં વધતા વ્યસનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ડ્રગ્સ અને મોબાઈલનું વ્યસન સીધું માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. નાના શહેરોમાં પણ આવા દૂષણો પ્રવેશવાની શક્યતા છે. વાઇસ ચાન્સેલરે ઉમેર્યું કે માતા-પિતા મહેનત કરીને બાળકોને ભણાવે છે, ત્યારે તેમના અને શિક્ષકો પ્રત્યે આભારની ભાવના રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે 2047ના ભારત નિર્માણમાં યુવાનો જ મુખ્ય સર્જક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સોફ્ટ સ્કીલ્સ, નેનો ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે. આવા સમયે સમાજ ખોટી દિશામાં ન જાય તે માટે યુવાનોમાં જાગૃતિ હોવી જરૂરી છે. બૌદ્ધિક સત્ર દરમિયાન એસ.ડી.એ.યુ.ના ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર અને હેડ પ્રીતિ એચ. દવે તેમજ આર્ટસ કોલેજ બાસ્પાના આસિસ્ટન્ટ પ્રોફેસર પાર્થ સુરેશકુમાર કાપડિયાએ વિષયને લગતા નિષ્ણાત વ્યાખ્યાનો આપ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજન સમિતિના સભ્ય હરેશ ડી. ચૌધરીએ આભાર વિધિ કરી હતી. આ આયોજન સમિતિમાં રિગ્નેશ એસ. પટેલ, પાર્થ એ. બારોટ અને સુરેશ પ્રજાપતિએ કામગીરી સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    AMC આરોગ્ય વિભાગનું ‘દીવા તળે અંધારું’:51 વિસ્તારોમાં ડેન્ગ્યુના હોટસ્પોટ જાહેર કર્યા, કેસો વધ્યાં છતાં ફોગિંગ-દવાના છંટકાવનો અભાવ; માત્ર કન્સ્ટ્રક્શન સાઇટો સીલ કરી
    Next Article
    Gymnast Pranati Nayak Takes Measured Approach In Bid For Maiden Asian Games Medal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment