Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ-બાઇક અકસ્માત:બાઈક ચાલકનું મોત, બે મંત્રીઓ જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કાફલો રોકી મદદ કરી; SPને સૂચના આપી

    1 week ago

    અમરેલી જિલ્લામાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બોટાદના રહેવાસી બાઇક ચાલક લાલજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ માર્ગ પરથી પસાર થઈ રહેલા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે સંવેદના દાખવી મૃતદેહને કપડાથી ઢાંકાવ્યો હતો. મંત્રીઓએ બોટાદ અને અમરેલીના પોલીસ અધિક્ષકો (SPs) ને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક મદદ માટે સૂચના આપી હતી. અમરેલીથી ભાવનગર જતા માર્ગમાં બનેલી આ ઘટના બાદ બંને મંત્રીઓએ સ્થળ પર હાજર રહી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં મૃતકનો મોબાઈલ બંધ હોવાથી ઓળખમાં મુશ્કેલી પડી હતી. જોકે, વાહન નંબર અને આધાર કાર્ડની ચકાસણી બાદ મૃતક બોટાદ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. મંત્રીઓએ મૃતકના પરિવારજનોને લાઠી સુધી પહોંચાડવા અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાનિક પોલીસતંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઘટના અંગે મંત્રી કૌશિક વેકરિયાએ શોક વ્યક્ત કર્યો હતો અને દિવંગત આત્માની શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ:મનપાના 9.85 લાખ સહિત 20.23 લાખ મતદારો, 1014 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
    Next Article
    છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવા ભાજપની વર્ષો જુની પરંપરા:2015ની ચૂંટણીમાં સ્વ. વિજય રૂપાણીના હઠાગ્રહને કારણે ભાજપે બેઠક ગુમાવી હતી, 1992માં એકસાછે 7 ઉમેદવારો બદલાયા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment