Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવા ભાજપની વર્ષો જુની પરંપરા:2015ની ચૂંટણીમાં સ્વ. વિજય રૂપાણીના હઠાગ્રહને કારણે ભાજપે બેઠક ગુમાવી હતી, 1992માં એકસાછે 7 ઉમેદવારો બદલાયા'તા

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ટિકિટ ફાળવણીના વિવાદોએ ફરી એકવાર જોર પકડ્યું છે. ઉમેદવારોની જાહેરાત બાદ વોર્ડ નં. 7માં જે રીતે શિક્ષણશાસ્ત્રી શૈલેશ જાનીનું પત્તું છેલ્લી ઘડીએ કાપીને ડો. નેહલ શુકલને મેદાનમાં ઉતારવામાં આવ્યા, તેનાથી ભાજપની જૂની કાર્યપદ્ધતિ ફરી ચર્ચામાં આવી છે. ભાજપમાં છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાવવા અથવા ઉમેદવાર બદલવા કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે જે રીતે શૈલેશ જાનીને વિજય વિશ્વાસ સંમેલનમાં મંચ પરથી નીચે ઉતારી દેવાયા તેણે રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ઘટનાએ 1992ની ઐતિહાસિક ચૂંટણી અને 2015ના આંતરિક વિખવાદની યાદો તાજી કરી દીધી છે. 1992માં જ્યારે એકસાથે 7 ઉમેદવારો બદલાયા હતા વર્ષ 1992માં જ્યારે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ભારે ગજગ્રાહ ચાલતો હતો. એક તરફ ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા ચિમનભાઈ શુકલ હતા અને બીજી તરફ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયાનું જૂથ હતું. તે સમયે ચિમનભાઈ શુકલનું વર્ચસ્વ એટલું પ્રબળ હતું કે તેમનો આદેશ પથ્થરની લકીર માનવામાં આવતો. ચૂંટણી સમયે જ્યારે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા હતા, ત્યારે ચિમનભાઈ શુકલને એવી આશંકા જાગી હતી કે પસંદ કરાયેલા ઉમેદવારો શિવલાલ વેકરિયાના જૂથના છે અને તેઓ ભવિષ્યમાં પક્ષ સામે બળવો કરી શકે છે અથવા વેકરિયાની તરફેણમાં જઈ શકે છે. ભાજપમાં શિસ્તના નામે છેલ્લી ઘડીએ લેવાતા નિર્ણયોનો ઇતિહાસ જૂનો આ કારણે સત્તા પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ભાજપે રાતોરાત વ્યૂહરચના બદલી અને એકસાથે 7 ઉમેદવારોના નામ રદ કરી નવા ચહેરાઓની જાહેરાત કરી દીધી હતી. આ ઉમેદવારોમાં ગોવિંદભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાનો સમાવેશ થયો હતો. ગોવિંદભાઈએ ઉમેદવારી પત્ર ભરી દીધા હોવા છતાં, પક્ષના આદેશને માન આપીને છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ તમામ ફેરફારો પાછળનું મુખ્ય કારણ વેકરિયા જૂથનું વર્ચસ્વ ઘટાડવાનું હતું. આમ, ભાજપમાં શિસ્તના નામે છેલ્લી ઘડીએ લેવાતા નિર્ણયોનો ઇતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2015 વિજય રૂપાણીના હઠાગ્રહને કારણે ભાજપે બેઠક ગુમાવી હતી માત્ર ઉમેદવાર બદલવા જ નહીં, પણ ક્યારેક ચોક્કસ વ્યક્તિને ટિકિટ અપાવવા માટેના હઠાગ્રહ પણ ભાજપને ભારે પડ્યા છે. 2015ની ચૂંટણીનો કિસ્સો આનું જીવંત ઉદાહરણ છે. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને વિજય રૂપાણી તેમના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. વોર્ડ નંબર 10માં ટિકિટની ફાળવણી મુદ્દે મોટો વિવાદ થયો હતો. 2010ની ચૂંટણીમાં આ બેઠક બક્ષીપંચ માટે અનામત હતી અને વિજય રૂપાણીએ પોતાના સાથીદાર પરેશ હુંબલને ટિકિટ અપાવી હતી. જોકે, 2015માં આ બેઠક સામાન્ય (જનરલ) કેટેગરીમાં આવી ગઈ હતી. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની માગ હતી કે અહીં કોઈ સવર્ણ જ્ઞાતિના ઉમેદવારને ઉતારવામાં આવે જેથી જીત નિશ્ચિત બને. તેમ છતાં, વિજય રૂપાણીએ પરેશ હુંબલને જ ટિકિટ મળે તેવો આગ્રહ રાખ્યો હતો. આવી આંતરિક ખેંચતાણમાં અંતે જ્યારે પરેશ હુંબલને ટિકિટ મળી, ત્યારે મતદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. પરિણામે, ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયા વિજેતા બન્યા હતા. આ ઘટના સાબિત કરે છે કે છેલ્લી ઘડીના નિર્ણયો કે વ્યક્તિગત હઠાગ્રહ હંમેશા પક્ષના હિતમાં હોતા નથી. વર્તમાન સ્થિતિમાં પક્ષની શિસ્તનાં નામે શૈલેશ જાનીનું અપમાન? તાજેતરમાં વોર્ડ નં. 7માં બનેલી ઘટનાએ ફરી એ જૂની યાદોને તાજી કરી છે. જોકે શૈલેશ જાની એક પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી છે, તેમનું ફોર્મ તૈયાર થઈ ગયું હતું અને તેઓ વિજય વિશ્વાસ સંમેલનમાં ઉમેદવાર તરીકે મંચ પર બિરાજમાન હતા. અચાનક પક્ષ તરફથી ડો. નેહલ શુકલના નામની જાહેરાત કરવામાં આવી. આ સમયે શૈલેશ જાનીને મંચ પરથી નીચે ઉતારી દેવાતા તેઓ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. ભાજપના આંતરિક વર્તુળો આને "પક્ષનો નિર્ણય" ગણાવી રહ્યા છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આમાં પણ 1992 જેવું જ કોઈ જૂથવાદનું સમીકરણ કામ કરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના રાજકારણમાં આવા છેલ્લી ઘડીના ખેલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, અને આ વખતે પણ ઈતિહાસે દોહરાયો છે. છેલ્લી ઘડીએ ટિકિટ કાપવાની આ પરંપરા ભાજપ માટે ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક સાબિત થઈ છે. ત્યારે હવે ખાસ જોવાનું એ રહેશે કે શૈલેષ જાનીનાં બદલે અચાનક જ નેહલ શુક્લને ટીકીટ આપવાનાં આ નિર્ણયની આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો પર કેવી અસર પડે છે, તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં લાઠી-ચાવંડ માર્ગ પર ST બસ-બાઇક અકસ્માત:બાઈક ચાલકનું મોત, બે મંત્રીઓ જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કાફલો રોકી મદદ કરી; SPને સૂચના આપી
    Next Article
    ચંદ્રુમાણા ગૌરી વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ પટેલ નિવૃત્ત:19 વર્ષની સેવાઓ બાદ શાળા પરિવારે ભાવભેર વિદાય સન્માન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment